Get The App

અભિષેકની નવી ફિલ્મ સદંતર ફલોપ છતાં અમિતાભે ભરપૂર વખાણ કર્યાં, કમાણી પણ માત્ર આટલી

Updated: Nov 26th, 2024

GS TEAM

Google News
Google News
અભિષેકની નવી ફિલ્મ સદંતર ફલોપ છતાં અમિતાભે  ભરપૂર વખાણ કર્યાં, કમાણી પણ માત્ર આટલી 1 - image


I Want To Talk Movie Flop :  શૂજીત સરકારના દિગ્દર્શનમાં બનેલી અભિષેક બચ્ચનની ફિલ્મ 'આઇ વોન્ટ ટૂ ટોક' ગત શુક્રવારના 22 નવેમ્બરના રોજ રીલિઝ થઇ ગઇ છે. આ ફિલ્મની ચાર દિવસની કમાણી માંડ સવા કરોડ થઈ છે. પરંતુ, અમિતાભ બચ્ચને પુત્રની આ ફિલ્મનાં ભરપૂર વખાણ કરી નાખ્યાં છે. 

આ ફિલ્મ રીલિઝ થઈ છે ત્યારે પહેલા દિવસે તેની કમાણી માંડ 50 લાખ થઈ હતી. થિયેટરોમાં ફિલ્મની ઓક્યુપેન્સી માંડ પાંચ ટકા નોંધાઈ છે એટલે કે થિયેટરમાં માંડ પાંચ ટકા ખુરશીઓ ભરેલી હોય છે. 

જોકે, અમિતાભે આ ફિલ્મનાં અને તેમાં પણ અભિષેકની એક્ટિંગના વખાણ કરતાં એક લાંબો લચક બ્લોગ લખી નાખ્યો છે. બિગ બીએ પોતાના બ્લોગ પર લખ્યું છે કે, અમુક ફિસ્મો મનોરંજન માટે બનતી હોય છે. તો થોડી ફિલ્મો તમને ફિલ્મ બનાવવા માટે અમંત્રિત કરતી હોય છે. પરંતુ, આ તને ફિલ્મ બનવા માટે આમંત્રિત કરે છે. અભિષેક કોમર્શિયલી એક ફલોપ એક્ટર રહ્યો છે. તેની બહુ જ ઓછી ફિલ્મો ટિકિટબારી પર ચાલી છે. તેમાં પણ તે સોલો હિરો હોય તેવી તો જુજ જ ફિલ્મો બોક્સ ઓફિસ પર સારો દેખાવ કરી શકી છે. 


Tags :