Get The App

ખેસારી લાલ યાદવને દિલ્હી હાઈકોર્ટે આપ્યો ઝટકો: હવે 2 વર્ષ સુધી એક જ કંપની માટે ગાઈ શકશે ગીત

Updated: Sep 9th, 2023

GS TEAM

Google News
Google News
ખેસારી લાલ યાદવને દિલ્હી હાઈકોર્ટે આપ્યો ઝટકો: હવે 2 વર્ષ સુધી એક જ કંપની માટે ગાઈ શકશે ગીત 1 - image


Image Source: Twitter

- ભોજપુરી સુપરસ્ટાર ખેસારી લાલ યાદવે ગ્લોબલ મ્યૂઝિક જંક્શન પર ષડયંત્રનો આરોપ લગાવ્યો

નવી દિલ્હી, તા. 09 સપ્ટેમ્બર 2023, શનિવાર

ભોજપુરી ફિલ્મ ઈન્ડસ્ટ્રીના સુપરસ્ટાર ગણાતા ખેસારી લાલ યાદવને દિલ્હી હાઈકોર્ટ દ્વારા મોટો ઝટકો લાગ્યો છે. 'ગ્લોબલ મ્યુઝિક જંકશન' નામની કંપની સાથે થયેલા કરાર અંગે પોતાનો ચુકાદો આપતાં હાઈકોર્ટે જણાવ્યું કે, ખેસારી લાલ યાદવ 'ગ્લોબલ મ્યુઝિક જંક્શન' કંપની સિવાય અન્ય કોઈ કંપની માટે બે વર્ષ સુધી ગીત નહીં ગાઈ શકશે.

ખેસારી લાલ યાદવ 2025 સુધી અન્ય કોઈ કંપની માટે ગીત નહીં ગાઈ શકશે

છેલ્લા દિવસોમાં દિલ્હી હાઈકોર્ટ સામે એક કેસ આવ્યો હતો. આ મામલે ખેસારી લાલ યાદવ અને ગ્લોબલ મ્યુઝિક કંપની વચ્ચે વિવાદ હતો. આ વિવાદ પર હાઈકોર્ટે ખેસારી લાલ યાદવ વિરુદ્ધ ચુકાદો આપ્યો છે. હવે ખેસારી લાલ યાદવ 2 વર્ષ સુધી માત્ર એક જ મ્યુઝિક કંપની માટે ગીત ગાઈ શકશે અને અન્ય કોઈ મ્યુઝિક કંપની માટે નહીં ગાઈ શકશે. આ નિર્ણય બાદ એ સ્પષ્ટ થઈ ગયું છે કે, ખેસારી લાલ યાદવ 30 સપ્ટેમ્બર 2025 સુધી અન્ય કોઈ કંપની માટે ગીત નહીં ગાશે. તેણે માત્ર 'ગ્લોબલ મ્યુઝિક જંકશન' માટે જ ગાવાનું રહેશે.

2021 ખેસારી લાલ યાદવ અને 'ગ્લોબલ મ્યુઝિક જંક્શન' કંપની વચ્ચે થયો હતો કરાર 

પ્રાપ્ત માહિતી પ્રમાણે 27 મે 2021ના રોજ ખેસારી લાલ યાદવ અને 'ગ્લોબલ મ્યુઝિક જંક્શન' કંપની વચ્ચે કરાર થયો હતો. આ કરાર હેઠળ ખેસારી લાલ યાદવે ગ્લોબલ મ્યુઝિક જંકશન કંપની માટે 30 મહિનામાં 200 ગીતો ગાવાના હતા. આ 200 ગીતોના બદલામાં ખેસારીને મ્યુઝિક કંપની પાસેથી 5 કરોડ રૂપિયા મળવાના હતા. ગાયક ખેસારીએ આ 30 મહિનામાં કંપની સાથે માત્ર 89 ગીતો જ ગાયા અને તેમને લાગ્યું કે, 30 મહિના પૂરા થયા બાદ તેમનો કંપની સાથેનો કરાર સમાપ્ત થઈ ગયો અને તેમણે અન્ય કંપનીઓ માટે ગાવાનું ચાલું કરી દીધું. ત્યારબાદ ગ્લોબલ મ્યુઝિક કંપનીએ ખેસરી પર કોન્ટ્રાક્ટ તોડવાનો આરોપ લગાવીને દિલ્હી હાઈકોર્ટમાં અરજી કરી હતી. આ કેસની સુનાવણી દરમિયાન જસ્ટિસ સૌરભ બેનર્જી અને જસ્ટિસ મનમોહને ખેસારી વિરુદ્ધ ચુકાદો આપતાં તેમને અન્ય કંપનીઓ માટે ગીતો ગાવા પર પ્રતિબંધ મૂક્યો છે.

આ મામલે શું બોલ્યા ખેસારી

આ મામલે ભોજપુરી સુપરસ્ટાર ખેસારી લાલ યાદવે ગ્લોબલ મ્યૂઝિક જંક્શન પર ષડયંત્રનો આરોપ લગાવ્યો છે. કંપની પર આરોપ લગાવતા ખેસારીએ કહ્યું કે, કારણ કે, હું અંગ્રેજી નથી સમજી શકતો એટલા માટે કોન્ટ્રાક્ટને યોગ્ય રીતે સમજી ન શક્યો. તેમણે કહ્યું કે, કંપંનીએ તેમના વિરુદ્ધ ષડયંત્ર કર્યું છે.


Tags :