Get The App

નવરાત્રીના પહેલા દિવસે દીપિકા પાદુકોણે બતાવ્યું પોતાનું ચંડાલિકા રૂપ, 'સિંગમ અગેઈન'થી પોતાનો પહેલો લુક કર્યો જાહેર

Updated: Oct 15th, 2023


Google NewsGoogle News
નવરાત્રીના પહેલા દિવસે દીપિકા પાદુકોણે બતાવ્યું પોતાનું ચંડાલિકા રૂપ, 'સિંગમ અગેઈન'થી પોતાનો પહેલો લુક કર્યો જાહેર 1 - image


Image Source: Twitter

- ચાહકોથી લઈને અનેક સેલેબ્સ એક્ટ્રેસના લુકના વખાણ કરી રહ્યા છે

મુંબઈ, તા. 15 ઓક્ટોબર 2023, રવિવાર

Singham Again: આજથી નવરાત્રીની શરૂઆત થઈ ચૂકી છે. ચારેય બાજુ ખુશીનો માહોલ છે. લોકોમા માતા દુર્ગાની ભક્તિમાં લીન નજર આવી રહ્યા છે. ત્યારે આ અવસર પર બોલૂવુડની લેડી સ્ટાર દીપિકા પાદુકોણે પોતાના ચાહકોને એક વિશેષ ગિફ્ટ આપી છે. 

'સિંગમ અગેઈન'થી દીપિકા પાદુકોણે પોતાનું કેરેક્ટર રિવીલ કર્યું

એક્ટ્રેસે પોતાની અપકમિંગ ફિલ્મ 'સિંગમ અગેઈન'થી પોતાનું કેરેક્ટર રિવીલ કર્યું છે જેનું નામ શક્તિ શેટ્ટી છે. દીપિકાએ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર બે ફોટો શેર કર્યા છે જેમાં પોલીસની વર્દીમાં એક્ટ્રેસનું ચંડાલિકા રૂપ નજર આવી રહ્યું છે. દીપિકા ગુંડા પર બેઠીને તેના વાળને એક હાથથી ખેંચી રહી છે અને બીજા હાથથી તેના માથા પર બંદૂકથી ટાર્ગેટ કરતી નજર આવી રહી છે. 

પતિ રણવીર સિંહે કહ્યું-  'આગ લગા દેગી'

ચાહકોને દીપિકાનો આ લુક ખૂબ જ પસંદ આવી રહ્યો છે. દીપિકાની આ પોસ્ટ પર ખૂબ જ કોમેન્ટ આવી રહી છે. ચાહકોથી લઈને અનેક સેલેબ્સ એક્ટ્રેસના લુકના વખાણ કરી રહ્યા છે. ત્યારે પતિ રણવીર સિંહે પણ દીપિકાની પોસ્ટ પર કોમેન્ટ કરતા લખ્યું કે, 'આગ લગા દેગી'. રણવીર ઉપરાંત ઋતિક રોશન, જ્હાનવી કપૂર, ભૂમિ પેડનેકર સહિતના સ્ટાર્સે એક્ટ્રેસના આ લુકના ખૂબ વખાણ કર્યા છે.

ફિલ્મનું શૂટિંગ શરૂ થઈ ગયું

રોહિત શેટ્ટીની આ ફિલ્મનું શૂટિંગ શરૂ થઈ ચૂક્યુ છે. વર્ષ 2022માં રિલીઝ થયેલી ફિલ્મ 'સર્કસ' દરમિયાન ડાયરેક્ટર રોહિત શેટ્ટીએ પોતાની 'લેડી સિંઘમ'નો ખુલાસો કરી દીધો હતો. તેમણે કહ્યું હતું કે, દીપિકા પાદુકોણ તેની 'સિંઘમ અગેઈન'માં લેડી સિંઘમનો રોલ કરશે. રોહિત શેટ્ટીની કોપ યુનિવર્સની આ 5મી ફિલ્મ છે. આ પહેલા સિંઘમ, સિંઘમ રિટર્ન્સ, સિમ્બા અને સૂર્યવંશી આવી હતી.



Google NewsGoogle News