દીપિકા પદુકોણ ફીકા વર્લ્ડકપની ફાઇનલમાં ટ્રોફીનું અનાવરણ કરનારી પ્રથમ ગ્લોબલ અભિનેત્રી
- જોકે આ બાબતે સત્તાવાર ઘોષણા કરવામાં આવી નથી
મુંબઇ : દીપિકા પદુકોણ બોલીવૂડ તેમજ હોલીવૂડમાં પોતાની અભિનય ક્ષમતાને કારણે લોકપ્રિય છે. હવે તે ફીકા વર્લ્ડ કપની ટ્રોફીનું અનાવરણ કરવાની છે. જોકે આની હજી સત્તાવાર ઘોષણા કરવામાં આવી નથી.
દીપિકા ખીચોખીચ ભરેલા સ્ટેડિયમાં ફીકા વિશ્વ કપ ટ્રોફીનું અનાવરણ કરશે. જે કદાચ ફીકાના ઇતિહાસમાં કોઇ પણ ભારતીય અથવા આંતરરાષ્ટ્રીય કલાકાર નું આ દુર્લભ સમ્માન છે.
દીપિકાએ ભૂતકાળમાં કાન ફિલ્મ ફેસ્ટિવલમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું છે. જ્યા તે જ્યૂરીની સભ્ય બની હતી. ફીકા ૨૦૨૨ની આ મહત્વપૂર્ણ વૈશ્વક પળોને દીપિકા ભારતને ફરી ગ્લોબલ નકશા પર લઇ આવશે.
બોલીવૂડની ટોચની અભિનેત્રીઓમાંની એક એી દીપિકાની ફિલ્મ આવતા વરસે જાન્યુઆરીમાં શાહરૂખ સાથે પઠાનમાં જોવા મળવાની છે. આ ઉપરાંત તે પ્રભાસ સાથે પણ એક ફિલ્મ કરી રહી છે. તેમજ સર્કસમાં તે પતિ રણવીર સિંહ સાથે આઇટમ સોન્ગ કરતીજોવા મળવાની છે.