દીપિકાએ શિફ્ટ મુદ્દે નહિ અલ્લુ અર્જુનની ફિલ્મ માટે સ્પિરિટ છોડી
- સંદીપ રેડ્ડી વાંગા કારણ વિના વગોવાયો
- લોકોએ અમથે અમથી કામના કલાકો વિશે લાંબી ચર્ચાઓ કરી નાખી
મુંબઇ : દીપિકાએ સંદીપ રેડ્ડી વાંગાના દિગ્દર્શન હેઠળની ફિલ્મ 'સ્પિરિટ' કામના કલાકો મુદ્દે છોડી દીધી હોવાની વાત અગાઉ પ્રસરી હતી અને બોલીવૂડની સંખ્યાબંધ હિરોઈનો સહિત કેટલાય લોકોએ કલાકારોની શિફ્ટ બાબતે મોટી મોટી ચર્ચાઓ પણ કરી નાખી હતી પરંતુ હવે એવું બહાર આવ્યું છે કે દીપિકાએ કામના કલાકો માટે નહિ પરંતુ એટલીની ફિલ્મમાં વધારે દમદાર રોલ ઓફર થયો હોવાથી 'સ્પિરિટ' છોડી દીધી હતી.
એટલી અલ્લુ અર્જુન સાથે એક ફિલ્મ બનાવી રહ્યો છે. તેની સ્ક્રિપ્ટ દીપિકાને વધારે પસંદ પડી હતી. જોકે, એકસાથે એટલી અને સંદીપ રેડ્ડી વાંગા બંનેની ફિલ્મ માટે તારીખો ફાળવવી શક્ય ન હતી. આથી, દીપિકાએ છેવટ પ્રભાસની મુખ્ય ભૂમિકા ધરાવતી 'સ્પિરિટ' છોડી દીધી હતી.
સંદીપ રેડ્ડી વાંગાએ તે વખતે આડકતરી રીતે ઈશારો કર્યો હતો કે દીપિકા તેને વગોવવા માટે પીઆર ગેમનો ઉપયોગ કરી રહી છે.