Get The App

દીપિકાએ પિતા પ્રકાશ પદુકોણના જન્મદિને બેડમિન્ટન સ્કૂલ અર્પણ કરી

Updated: Jun 10th, 2025

GS TEAM


Google News
Google News
દીપિકાએ પિતા પ્રકાશ પદુકોણના જન્મદિને બેડમિન્ટન સ્કૂલ અર્પણ કરી 1 - image


- પિતાને 70મા જન્મદિન નિમિત્તે ભેટ આપી

- બેડમિન્ટનની રમતે પોતાની જિંદગીનું ખાસ રીતે ઘડતર કર્યું હોવાનું દીપિકાએ જણાવ્યું

મુંબઇ: દીપિકાએ પિતા પ્રકાશ પદુકોણને તેમના 70મા જન્મદિને એક બેડમિન્ટન સ્કૂલ ડેડિકેટ કરી છે. દીપિકાએ સોશિયલ મીડિયા પર જાતે આ ખુશીની ક્ષણ શેર કરી હતી. દીપિકાના પિતા  પ્રકાશ પદુકોણ બેડમિન્ટન લિજન્ડ ગણાય છે. વાસ્તવમાં દીપિકાની પહેલી ઓળખ જ પ્રકાશ પદુકોણની પુત્રી તરીકેની છે. દીપિકાએ પિતા સાથે મળીને આ સ્કૂલ લોન્ચ કરી છે. પ્રકાશ પદુકોણ જ અહીં  બેડમિન્ટનની તાલીમ આપવાના છે. 

દીપિકાએ આ ક્ષણે ગર્વ સાથે જણાવ્યું હતું કે જે લોકો  બેડમિન્ટન રમીને મોટા થયા છે તેમને જ ખબર છે કે આ રમત કેટલી ખાસ છે. મારો પોતાનો પણ  અંગત અનુભવ  છે કે આ રમતે મારી જિંદગીનું ખાસ રીતે ઘડતર કર્યું છે.  મારા પિતા આ વયે પણ પોતાનો મોટાભાગનો સમય બેડમિન્ટનમાં જ પસાર કરે છે. અમે ઈચ્છીએ છીએ આ રમત થકી કેળવાતી શિસ્ત અને ફિટનેસનો લાભ અન્ય લોકોને પણ મળે.  દીપિકા અત્યારે કારકિર્દીમાં જુદાં કારણોસર ચર્ચામાં છે. તેણે હાલમાં જ સંદિપ રેડ્ડી વાંગાની ફિલ્મ 'સ્પિરિટ' કામના કલાકો બાબતે છોડી દીધી છે. મર્યાદિત સમય માટે જ કામ કરવાની દીપિકાની પહેલને ઈન્ડસ્ટ્રીના અનેક લોકોએ ટેકો આપ્યો છે. 

Tags :