Get The App

દીપિકા, અલ્લુ અર્જુન-એટલીની ફિલ્મનો હિસ્સો હોવાની ઘોષણા

Updated: Jun 7th, 2025

GS TEAM


Google News
Google News
દીપિકા, અલ્લુ અર્જુન-એટલીની ફિલ્મનો હિસ્સો હોવાની ઘોષણા 1 - image


- તો બીજી બાજુ  અભિનેત્રીએ કલ્કિ ટુ છોડી હોવાની વાતને અફવામાં ખપાવવામાં આવી

મુંબઇ: દીપિકા પદુકોણે એટલીની ફિલ્મ સાઇન કરી છે, જેમાં તે અલ્લુ અર્જુન સાથે જોડી જમાવવાની છે. અભિનેત્રી અને એટલીએ આ પહેલા જવાન ફિલ્મમાં સાથે કામ કર્યું છે. દીપિકાની સેટ પરથી તસવીર વાયરલ થઇ છે, જેમાં તે ભાલો ફેંકતી જોવા મળી રહી છે.આ એક સાઇ-ફાઇ એકશન થ્રિલર હશે. જેનું શૂટિંગ આ વરસે જ શરૂ કરવામાંઆવશે.  હાલ આ ફિલ્મનું કામચલાઉ શિર્ષક એઅટેવન્ટીટુ ઇનટુ એસિક્સ રાખવામાં આવ્યું છે. જેમાં દીપિકાની ઝલક જોવા મળી છે. અલ્લુ અર્જુન સાથે દીપિકાની આ પહેલી ફિલ્મ હશે જ્યારે એટલી સાથે બીજી ફિલ્મ હશે. તો બીજા બાજુ દીપિકાને કલ્કિ ટુમાંથી હાંકી કાઢવાની વાતને ખોટી કહેવામાં આવી રહી છે. દીપિકા કલ્કિ ટુનો હિસ્સો છે અને રહેશે તેવો દાવો કરવામાં આવી રહ્યો છે. 

ફિલ્મસર્જકે દીપિકા પદુકોણની કાસ્ટિંગની ઘોષણા કરતો એક ધમાકેદાર વીડિયો શેર કર્યો છે. જેમાં દીપિકા ફ્યૂચિરિસ્ટિક સૂટ પહેરેલી હાથમાં ભાલો લઇને એકશન કરતી જોવા મળી રહી છે. 

હાલમાં સમાચાર હતા કે,સંદીપ રેડ્ડી વાંગાની ફિલ્મ સ્પિરિટની માફક જ  તેને કલ્કિ ૨૮૯૮ એડી ટુમાંથી પણ હાંકી કાઢવામાં આવી છે.

 પરંતુ એક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે, દીપિકા હજી પણ કલ્કિ ટુનો હિસ્સો છે. આ ફિલ્મનું શૂટિંગએક વરસ પછી શરૂ થવાનું છે.  તો પછી સેટ પર તાણ હોવાની કોઇ શક્યતા જ નથી.એટલું જ નહીં અભિનેત્રી કલ્કિ ફિલ્મનો હિસ્સો હતી અને તેની આસપાસ જ ફિલ્મની વાર્તા ઘુમતી હતી.હવે સકીવલમાં પણ તેનો રોલ મહત્વનો છે.દીપિકા કલ્કિ  ટુ નો પણ હિસ્સો રહેશે. 

Tags :