Get The App

દીકરી દુઆનો વિડીયો ઉતારતા ફેન પર દીપિકા નારાજ

Updated: Aug 24th, 2025

GS TEAM

Google News
Google News
દીકરી દુઆનો વિડીયો ઉતારતા ફેન પર દીપિકા નારાજ 1 - image


- દુઆનો ફેસ ઈન્ટરનેટ પર વાયરલ કરી દેવાયો 

- દીપિકા અને રણવીરના ચાહકોએ પણ પસ્તાળ પાડી : મંજૂરી વિના વિડીયોગ્રાફી અનૈતિક ગણાવી

મુંબઈ: દીપિકા તેની દીકરી દુઆનો વિડીયો ઉતારનારા ચાહક પર ભારે નારાજ થઈ હતી. દીપિકા મુંબઈ એરપોર્ટ પર હતી ત્યારે દુઆ તેના ખોળામાં સૂતી હતી. તે વખતે એક ચાહકે દીપિકાની જાણ અને મંજૂરી વિના જ દુઆનો વિડીયો ઉતાર્યો હતો. 

દીપિકા આ ફેન પર તરત જ નારાજ થઈ હતી. તેણે આ ફેનને વિડીયો ઉતારવા બદલ ખખડાવ્યો હતો. જોકે, આ ચાહકે ત્યાં સુધીમાં આ વિડીયો સોશિયલ મીડિયા પર પોસ્ટ પણ કરી દીધો હતો. 

આ પોસ્ટ જોઈ દીપિકા તથા રણવીરના ચાહકો પણ ભારે નારાજ થઈ ગયા હતા. તેમણે આ ચાહકને આ વિડીયો તત્કાળ ડિલીટ કરવાનું જણાવતાં કહ્યું હતું કે આ બિલકૂલ અનૈતિક કૃત્ય છે. માં-બાપની સંમતિ વિના તેમનાં નાનાં  બાળકનો વિડીયો ઉતારવો અને તેને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવો એ યોગ્ય નથી. આ બહુ નિંદાજનક કૃત્ય છે. 

ઉલ્લેખનીય છે કે રણવીર તથા દીપિકાએ હજુ સુધી તેમની દીકરીનો ફેસ સત્તાવાર રીતે જાહેરમાં દર્શાવ્યો નથી. 

બીજી તરફ રણબીર અને આલિયા તેમની દીકરી રાહાનો લૂક પ્રગટ કરી ચૂક્યાં છે પરંતુ હવે તેઓ ક્યાંય પણ જતી આવતી વખતે પાપારાઝી ફોટોગ્રાફર્સને રાહાના ફોટા નહિ પાડવા વિનંતી કરતાં હોય છે. વિરાટ અને અનુષ્કા પણ તેમનાં સંતાનોના ચહેરા સોશિયલ મીડિયા પર ક્યાંય પ્રગટ ન થાય તેની ખાસ કાળજી રાખે છે. અગાઉ, વિરાટ પણ તેની દીકરીનો વિડીયો ઉતારનારા એક ફોટોગ્રાફર પર ભારે  ભડક્યો હતો. 

Tags :