Get The App

પ્રભાસની ફિલ્મ સ્પિરિટમાં દીપિકાની પણ એન્ટ્રી થઈ

Updated: May 3rd, 2025

GS TEAM


Google News
Google News
પ્રભાસની ફિલ્મ સ્પિરિટમાં દીપિકાની પણ એન્ટ્રી થઈ 1 - image


- મેટર્નિટી લીવ પછી  ફિલ્મો સાઈન કરવા લાગી

- પહેલીવાર સંદિપ રેડ્ડી વાંગાની ફિલ્મમાં કામ કરશે, હવે 2026 સુધી વ્યસ્ત થઈ ગઈ

મુંબઇ : દીપિકા પાદુકોણ પુત્રીના જન્મ પછી બ્રેક પર હતી પરંતુ તે એક પછી એક પ્રોજેક્ટ સાઇન કરી રહી છે.  તેણે શાહરૂખ ખાન સાથેની 'કિંગ' સાઇન કરી છે. હવે અપડેટ છે કે, તે સંદીપ રેડ્ડી વાંગાની ફિલ્મ 'સ્પિરિટ'માં પ્રભાસ સાથે જોડી જમાવવાની છે. 'એનિમલ' સહિતની ફિલ્મો બનાવી ચૂકેલા સંદિપ રેડ્ડી વાંગા સાથે તેની આ પહેલી  ફિલ્મ હશે.

આ સાથે દીપિકાએ ૨૦૨૬ના અંત  સુધીમાં પોતાની ડેટ્સ પેક કરી લીધી છે. 'કિંગ' અને 'સ્પિરિટ' ઉપરાંત તે એક વધુ મેગા બજેટ ફિલ્મ માટે વાતચીત કરી રહી છે. જોકે તેણે એ ફિલ્મ હજી સુધી સાઇન કરી નથી. 

ફિલ્મ સાથે જોડાયેલા સૂત્રે જણાવ્યું હતું કે, અગાઉ સંદીપ રેડ્ડી વાંગાની ફિલ્મનું શૂટિંગ ૨૦૨૪ના અંતમાં શરૂ કરવાની યોજના હોવાથી દીપિકાએ આ ઓફર સ્વીકારી નહોતી. પરંતુ ફિલ્મના શેડયુલમાં ફેરફાર થવાથી ફરી  ફિલ્મસર્જકે દીપિકાનો સંપર્ક કર્યો હતો અને તે સહમત પણ થઇ ગઇ છે. 

સૂત્રે વધુમાં જણાવ્યું હતુ ંકે, દીપિકા આ ફિલ્મનો એક મહત્વપૂર્ણ હિસ્સો હશે. ફિલ્મમાં મહિલાના પાત્રને વિશેષ રીતે લખવામાં આવ્યું છ.ે અભિનેત્રીને પોતાનું પાત્ર પસંદ પડયું છે. તે સંદીપ રેડ્ડી વાંગા સાથે કારકિર્દીમાં પ્રથમ વખત કામ કરવા ઉત્સાહિત છે.

Tags :