Darlings Trailer: પતિ સાથે બદલો લેવા માટે આલિયા ભટ્ટે ઉઠાવ્યું આ પગલું....
નવી મુંબઇ,તા. 25 જુલાઇ 2022, સોમવાર
આલિયા ભટ્ટની મોસ્ટ અવેઇટેડ ફિલ્મ 'ડાર્લિંગ' નું ધમાકેદાર ટ્રેલર રિલીઝ થઇ ગયુ છે. આ ફિલ્મ ખૂબ જ ચર્ચામાં હતી. દર્શકો ઘણા સમયથી ફિલ્મના ટ્રેલરની રાહ જોઇ રહ્યાં હતા.
આલિયા ભટ્ટની 'ડાર્લિંગ'નું દિલધડક ટ્રેલર
ટ્રેલર વિશે વાત કરીએ તો આ એક ડાર્ક કોમેડી ડ્રામા ફિલ્મ છે, ટ્રેલરની શરૂઆત હમઝા નામના વ્યક્તિથી થાય છે, જે કહે છે કે, તે બદરુનિશાને ખૂબ પ્રેમ કરે છે, પરંતુ તે તેને છોડીને જઈ રહ્યો છે. આ પછી બદરુનિશા તેની માતા સાથે તેના પતિના ગુમ થવાનો રિપોર્ટ લખાવવા પોલીસ સ્ટેશન જાય છે. જો કે, ટ્વિસ્ટ ત્યારે આવે છે જ્યારે ખબર પડે છે કે હમઝાને તેની પત્ની બદરુનિશા દ્વારા કિડનેપ કરવામાં આવ્યો છે.
હમઝા પતિ સાથે ખરાબ વર્તન કરે શા માટે કરે છે?
ટ્રેલરની રસપ્રદ વાત એ છે કે, જ્યારે બદરુનિશા તેના પતિને ભોજનમાં ઉંદર મારવાની દવા આપતા કહે છે, કે તે તેને મારવા માંગતી નથી. હવે બદરુનિષા પોતાના પતિ સાથે આટલું ખરાબ વર્તન કેમ કરી રહી છે? તે શા માટે પતિને મારના માગે છે? કઇ વાતનો તે પોતાના પતિ સાથે જ બદલો લઇ રહી છે?? આ બધા સવાલોના જવાબ તો ફિલ્મ રિલીઝ થતાની સાથે મળશે.
ફિલ્મનું ટ્રેલર એટલું દિલધડક છે કે આગળ શું થવાનુ છે, તેનો અંદાજો પણ દર્શક લગાવી નહી શકે. ડાયરેક્ટર જસ્મીન રીનની આ ફિલ્મ 5 ઓગસ્ટે નેટફ્લિક્સ પર સ્ટ્રીમ કરવામાં આવશે. આલિયા ભટ્ટ ફિલ્મમાં લીડ રોલમાં જોવા મળી રહી છે. જેની સાથે વિજય શર્મા અને શેફાલી શાહ પણ લીડ રોલમાં છે.