એકટ્રેસે 21 વર્ષની ઉંમરે ખરીદ્યું સપનાનું ઘર, તો આ એકટ્રેસ થઇ રહી છે પતિથી અલગ
નવી મુંબઇ,તા. 12 ફેબ્રુઆરી 2024, સોમવાર
ટેલિવિઝન ઇંડસ્ટ્રી માટે આ વીક જરા હટકે રહ્યું હતુ. કોઇએ ઘર ખરીધ્યુ તો કોઇનું ઘર તુટવાની અણી પર છે. તો જાણીએ ટેલિવિઝનના શો પર શું થઇ રહ્યું છે? કઇ એકટ્રેસે પોતાનું ઘર ખરીધ્યુ છે? તો કોણ છે જે શાહિદની બોલતી પણ બંધ કરી શકે છે?
નીખિલ પટેલથી અલગ થઇ રહી છે દલજીત કૌર
વર્ષ 2023માં 18 માર્ચના રોજ દલજીત કૌરે બિઝનેસમેન નિખિલ પટેલ સાથે બીજા લગ્ન કરીને પોતાની નવી લાઇફની શરૂઆત કરી હતી. હવે તેમના લગ્નને 1 વર્ષ પણ પુર્ણ થયુ નથી અને તલાકની ચર્ચાએ જોર પક્ડ્યુ છે.
મળતી માહિતી પ્રમાણે દલજીત કૌર અને નિખિલએ લગ્નના થોડા મહિના પછી ફિલ થયુ કે, તે બંને એકબીજા માટે નથી બન્યા. જો બંને વચ્ચે કંઇક ઠીક નહી રહે તો આ કપલ તલાક લઇ શકે છે. જોકે, આ બાબત પર દલજીતનું ઓફિશિયલ સ્ટેટમેન્ટ આવ્યુ નથી.
અનુષ્કા સેને ઘર ખરીધ્યુ
ટેલીવિઝન સીરીયલ યહાં મે ઘર ઘર ખેલી અને બાલવીર જેવી સીરયલ કરનારી એકટ્રેસ અનુષ્કા સેને 21 વર્ષની ઉંમરમાં મુંબઇ શહેરમાં એક સુંદર ઘર ખરીધ્યુ છે. એકટ્રેસે સોશિયલ મીડિયા પર તેના ફોટોઝ અને વીડિયો પણ શેર કર્યા છે.
બિહારની મનીષા રાનીથી ઇંપ્રેશ થયા શાહિદ-કૃતિ
આ વીક ઝલક દિખલાઝા શો પર એક્ટર શાહિદ કપૂર અને કૃતિ સેનન પોતાની ફિલ્મ “તેરી બાતોમેં ઐસા ઉલઝા જીયા ” ના પ્રમોશન માટે આવ્યા હતા. આ શો પર બંને સ્ટાર્સે ખૂબ મજા કરી હતી.શાહિદે મનીષા રાની સાથે ડાન્સ પણ કર્યો હતો. તો કૃતિ સેનને ઇન્ટરનેટ સેંસેશન બની ચુકેલી મનીષાથી ઘણી ઇમ્પ્રેશ દેખાઇ હતી.
ફરમાની નાજ વેચી રહી છે કંબલ
ઇંડિયન આઇડલ ફ્રેમ ફરમાની નાજે પોતાનું જીવન ગરીબીમા પસાર કર્યું છે,પરંતૂ યુ-ટયુબ સિંગિગના નામ પર કમાણી કરીને 1 કરોડનો સ્ટૂડિયો બનાવ્યો છે. ફરમાની નાજે પોતાના ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો પોસ્ટ કર્યો છે, જેમાં તે લાઉડ સ્પીકર પર લોકોને કંબલ લઇ જવાની વાત કરી રહી છે.
ફરમાની સ્પીકર પર લોકોને કહી રહી છેકે, તેના એક ગીત પર રિલ્સ બનાવો અને કંબલ ફ્રી માં લઇ જાઓ. ફરમાનીનો આ વીડિયો જોઇને ફેન્સ પણ હેરાન છે અને આ વિડીયો પર પ્રતિક્રિયા આપી રહ્યાં છે કે, લોકો વાયરલ થવા માટે શું શું કરે છે?