જગવિખ્યાત ગાયિકા મેડાનાનાં શરીરમાં મળ્યા કોરોનાવાયરસ એન્ટીબોડી, ટેસ્ટ આવ્યો પોઝિટિવ
મુંબઇ, 2 મે 2020 શનિવાર
કોરોનાનો કહેર સહન કરી રહેલી દુનિયાને માટે એક સારા સમાચાર આવ્યા છે અને એ સમાચાર લઇને આવ્યા છે, જગવિખ્યાત ગાયિકા અને મોડેલ મેડોના.
તાજેતરમાં મેડોનાએ પોતાના ઇન્ટાગ્રામ દ્વારા ખુદ પોતાના બોડીમાં કોરોના વાયરસનાં એન્ટી બોડી (Corona Antibodies) હોવાની માહિતી આપી છે.
મેડોનાનો Covid-19 એન્ટીબોડી ટેસ્ટ પોઝિટિવ જણાયો છે, મેડોનાએ ક્વોપન્ટાઇન ડાયરીનાં 14માં એડિશનમાં આ સમાચાર સંભળાવ્યા, આ ઘોષણા સાથે જ તેમણે અન્ય વાતો પણ શેઅર કરી છે, તે કોરોના વાયરસ સંક્રમણથી સુરક્ષિત રહેવા માટે છેલ્લા ઘણા દિવસોથી સેલ્ફ કોરંન્ટાઇન હતી.
મેડોનાએ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક વિડિયો શેઅર કરતા કહ્યું કે "મે ટેસ્ટ કરાવ્યો અને જણાયું કે મારામાં એન્ટીબોડીઝ છે, એટલા માટે કાલે હું એક લોન્ગ ડ્રાઇવ પર જવાની છું, અને બારીઓ ખુલ્લી રાખીશ અને હું Covid-19ની હવામાં શ્વાસ લેવાની છું મને આશા છે કે સુર્ય ચમકી રહ્યો છે."
એન્ટીબોડી ટેસ્ટ શું છે અને શા માટે કરાય છે?
અત્રે ઉલ્લેખનિય છે કે સેન્ટર ફોર ડિસીઝ એન્ડ પ્રિવેન્સન (CDC) નાં જણાવ્યા પ્રમાણે એન્ટીબોડી ટેસ્ટ દ્વારા એ જાણી શકાય છે કે કોઇ વ્યક્તિ કોવિડ-19 નાં સંપર્કમાં છે કે નહીં અને શરીરમાં વાયરસ સામે લડનારા પ્રોટીનને શોધીને તે જાણી શકાય છે. જો કે એન્ટીબોડી, રોગપ્રતિકારક શક્તિનાં સમકક્ષ માની શકાય કે નહીં, હજુ સુધી તેની પુષ્ટી નથી થઇ.
કોરોનાનો શિકાર બનેલા હોલિવુડ સ્ટાર્સની વાત કરીએ તો અત્યાર સુધીમાં એક્ટર બ્રાયન ડેન્ડે, જોન પ્રાયન,એડમ સ્લેજિંજર, એન્ડ્રુ જેવા દિગ્ગજ કલાકારોનો સમાવેશ થાય છે, જ્યારે ટોમ હૈક્સ, તેમની પત્ની વિલ્સન, ક્રોસ્ટોફર હિવ્ઝુ જેવી સેલિબ્રિટીએ કોરોના સામેનાં જંગમાં જીત મેળવી છે.