કોરોના ઈફેકટ, ટીવી સીરિયલ 'અનુપમા' અને 'યે રિશ્તા...'નુ શૂટિંગ ગુજરાતમાં કરવા હિલચાલ
નવી દિલ્હી,તા.30.એપ્રિલ,2021
ભારતમાં કોરોનાના હાહાકાર વચ્ચે મહારાષ્ટ્રમાં સૌથી વધારે કેસ સામે આવી રહ્યા છે.કોરોના પર કાબૂ મેળવવા માટે મહારાષ્ટ્ર સરકારે લગાવેલા લોકડાઉનના કારણે અહીંયા તમામ પ્રકારના શૂટિંગ પર પણ પ્રતિબંધ મુકાઈ ગયા છે.જેના પગલે ટીવી ઈન્ડસ્ટ્રી અને બોલીવૂડના શૂટિંગ ઠપ થઈ ગયા છે.
ટીવી અને ફિલ્મ પ્રોડ્યુસર્સ શૂટિંગ માટે બીજા રાજ્યો તરફ નજર દોડાવી રહ્યા છે.તેમના માટે એક વિકલ્પ ગોવા હતો પણ ત્યાંય લોકડાઉન લાગુ કરી દેવાયુ છે.આ સંજોગોમાં હવે લોકપ્રિય ટીવી સિરિયલ અનુપમા અને યે રિશ્તા ક્યા કહેલાતા હૈ..નુ શૂટિંગ ગુજરાતમાં કરવામાં આવશે તેવા અહેવાલો મળી રહ્યા છે.
કારણકે ગુજરાતમાં હાલમાં મહારાષ્ટ્ર જેવુ આકરુ લોકડાઉન નથી.ગયા વર્ષે તો લોકડાઉનના કારણે શૂટિંગ રોકાયુ હતુ પણ આ વખતે પ્રોડ્યુસર્સ શૂટિંગ રોકવાના મૂડમાં નથી.ગુજરાતમાં શૂટિંગ કરવા માટે જરુર પડે તો સ્ક્રિપ્ટમાં પણ એ પ્રમાણે થોડો બદલવા કરવામાં આવશે.
કોરોનાના કારણે અનુપમાની સ્ટાર કાસ્ટના કેટલાક સભ્યોને પણ તાજેતરમાં કોરોના થયો હતો.જેમાં અનુપમાનો લીડ રોલ ભજવનાર અભિનેત્રીનો પણ સમાવેશ થયો હતો. જોકે એ પછી તેનુ શૂટિંગ આગળ ચાલી રહ્યુ છે.