Get The App

મસ્તી ફોર સામે કોપીરાઈટ ભંગ માટે દિલ્હી હાઈકોર્ટમાં દાવો

Updated: Jan 8th, 2026

GS TEAM

Google News
Google News
મસ્તી ફોર સામે કોપીરાઈટ ભંગ માટે દિલ્હી હાઈકોર્ટમાં દાવો 1 - image

- ઓટીટી રીલિઝ પહેલાં કાનૂની વિવાદ 

- સોશિયલ મીડિયા પર લોકપ્રિય બનેલા વિડીયોને મંજૂરી વિના ઉપયોગમાં લેવાયો

મુંબઇ : 'મસ્તી ફોર' ઓટીટી પર રિલીઝ થતાં પહેલાં જ તેના પર સંકટના વાદળ છવાયા છે.  ગત નવેમ્બરમાં રીલિઝ થયેલી આ ફિલ્મ ટિકિટબારી પર સદંતર ફલોપ ગઈ હતી. હવે ઓટીટી રીલિઝ પહેલાં એક કન્ટેન્ટ ક્રિએટરે દાવો કર્યો છે કે ફિલ્મમાં તેની મંજૂરી વિના જ તેનો એક વિડીયો ઉપયોગમાં લેવાયો છે. 

આ વિડીયોને સોશિયલ મીડિયા પર એક કરોડથી વધુ વ્યૂ મળ્યા હોવાનું કહેવાય છે. તેણે આ મુદ્દે દિલ્હી હાઈકોર્ટમાં અરજી કરી છે. તેની ફરિયાદના આધાર  હાઈકોર્ટે નિર્માતાને નોટીસ પાઠવી છે. હવે આ કેસની આગામી સુનાવણી ૧૩ જાન્યુઆરીના રોજ કરવામાં આવશે. મસ્તી ૪ના નિર્માતાઓએ આ બાબતે હજી કોઇ પ્રતિક્રિયા આપી નથી. 

ફરિયાદીના આક્ષેપ અનુસાર ફિલ્મની વાર્તા, પાત્રો વચ્ચેના સંવાદ તથા ઘટનાક્રમ પણ પોતાની મૂળ રચના પરથી તફડાવાયા છે.