Get The App

સની લિયોનીના 'મધુબન મેં રાધિકા નાચી' વીડિયો પર વિવાદ

Updated: Dec 24th, 2021

GS TEAM


Google News
Google News
સની લિયોનીના 'મધુબન મેં રાધિકા નાચી' વીડિયો પર વિવાદ 1 - image


- હિંદુઓની ભાવનાઓને ઠેસ પહોંચ્યાનો આક્રોશ

મુંબઇ : સની લિયોની પોતાના એક ડાન્સ વીડિયોના કારણે વિવાદમાં આવી છે. આ ગીતના બોલ અને ડાન્સથી હિંદુઓની ભાવનાને ઠેસ પહોંચ્યાનો આક્રોશ થઇ રહ્યો છે.આ ગીત ૨૨ ડિસેમ્બરના રોજ રિલીઝ થયું છે. ગીત રિલીઝ થતાં જ તે વિવાદોમાં આવી ગયું છે. સની લિયોનીને આ ગીત માટે સોશ્યલ મીડિયા પર ટ્રોલ કરવામાં આવી રહી છે. તેમનો આક્ષેપ છે કે આ ગીત દ્વારા સની લિયોનીએ તેમના ધર્મની લાગણીને ઠેસ પહોંચાડી છે. આ વીડિયોને અશ્લીલ ગણાવામાં આવી રહ્યો છે.  ટ્વિટર પર સની લિયોનીના આ ગીત પર પ્રતિબંધ મુકવાની માંગણી થઇ રહી છે. વાસ્તવમાં સની લિયોનીએ પોતાનું ગીત શેર કરતાં લખ્યું છે કે, શું તમે મધુબન ગીત જોયું? બસ, આ પછી તો સોશ્યલ મીડિયા પર લોકોનો આક્રોશ ફૂટી નીકળ્યો છે. 

એક યુઝરે લખ્યું છે કે, આ ગીત પર તદ્દન બેહુદો ડાન્સ કરીને અમારી ભાવનાઓને ઠેસ પહોંચાડી છે. તમને શરમ આવવી જોઇએ.

  તો વળી અન્ય એક યુઝરે લખ્યું છે કે, મધુબનમાં રાધા આ રીતે ડાન્સ નથી કરતી. આ બહુ જ શરમજનક લિરિક્સ છે. 

એક નંબરનું વાહિયાત પરફોર્મન્સ છે. આ બધુ વેંચવા કરતા ભગવાન કૃષ્ણ અને રાધાની પૂજા કરો. 

અન્યએક એ લખ્યું છે કે, રાધા ભક્ત છે, ડાન્સર નહીં તેમજ મધુબન બહુ જ સારી અને પવિત્ર જગ્યા છે. રાધા આવા ડાન્સ નથી કરતી. આ એક શરમજનક લિરિકસ છે. 

અન્ય યુઝરનું કહેવું છે કે, આ વીડિયો બનાવતી વખતે નિર્માતા-દિગ્દર્શક-લગીતકારને શું ભાન નહોતી કે આ ગીતના બોલ ક્યા છે, આ વીડિયો બનાવામાં સામેલ લોકોમાંથી કોઇ એક વ્યક્તિએ ઓ ગીતને રોકવાના પ્રયાસ કરવા જોઇતા હતા. 

સનીના આ ગીતને કનિકા કપૂરે ગાયું છે. જે રિલીજ થયા પછી સોશ્યલ મીડિયા પર બબાલ શરૂ થઇ ગયો છે.

Tags :