Updated: Mar 18th, 2023
- સર્જકો અને મલ્ટીપ્લેક્સીસનો જાહેર ખુલાસો
- ડિસ્ટ્રીબ્યૂશન બાબતે મતભેદોને પગલે સીધી ઓટીટી પર રીલીઝ કરાશે તેવી અફવા હતી
મુંબઇ : ઈશાન ખટ્ટરની ફિલ્મ 'પિપ્પા'ની રીલીઝ બાબતે શરુ થયેલા વિવાદનો અંત આવ્યો છે. ફિલ્મ સર્જકો તથા મલ્ટીપ્લેક્સ સંચાલકોએ સાથે મળીને એક જાહેર ખુલાસો કર્યો છે કે આ ફિલ્મ થિયેટરમાં જ રીલીઝ કરાશે.
એક અહેવાલ અનુસાર ફિલ્મ નિર્માતાઓ તથા મલ્ટિપ્લેક્સ સંચાલકો વચ્ચે મતભેદો થતાં આ ફિલ્મ સીધી ઓટીટી પર રીલીઝ કરવાનો નિર્ણય લેવાયો હતો. આ અફવા પ્રસર્યા બાદ સર્જકો અને મલ્ટીપ્લેક્સ સંચાલકોએ સાથે મળીને જાહેર ખુલાસો પ્રગટ કરવો પડયો છે.
૧૯૭૧ના યુદ્ધ પર આધારિત આ ફિલ્મની રીલીઝ ડેટ હજુ જાહેર કરવામાં આવી નથી. ઈશાન સાથે આ ફિલ્મમાં મૃણાલ ઠાકુર અને સોની રાઝદાનની પણ ભૂમિકાઓ છે.