સિદ્ધાર્થ મલ્હોત્રાની ફિલ્મ માટે અનન્યા- શ્રીલીલા વચ્ચે સ્પર્ધા
- રાજ શાંડિલ્યની બિગ બજેટ ફિલ્મ માટે હોડ
- કિસિક ગીતથી જાણીતી થયા બાદ શ્રીલીલાની બોલીવૂડમાં ડિમાન્ડ વધી
મુંબઇ : સિદ્ધાર્થ મલ્હોત્રાની એક ફિલ્મમાં હિરોઈનના રોલ માટે સાઉથની અભિનેત્રી શ્રીલીલા અને અનન્યા પાંડે વચ્ચે સ્પર્ધા ચાલી રહી છે.
રાજ શાંડિલ્ય આ કોમેડી ફિલ્મ બનાવી રહ્યા છે. આ એક બિગ બજેટ ફિલ્મ હશે તેમ કહેવાય છે.
જોકે, હજુ સુધી ફિલ્મની ટીમ દ્વારા આ અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરાઈ નથી.
'પુષ્પા ટૂ ધી રુલ'નાં 'કિસિક' ગીતથી જાણીતી શ્રીલીલા બોલીવૂડમાં એક પછી એક ફિલ્મો મેળવી રહી છે.
બીજી તરફ અનન્યા પાંડે ફક્ત સંપર્કોના સહારે ફિલ્મો અને અન્ય પ્રોજેક્ટસ મેળવી રહી છે. તેની અક્ષય કુમાર સાથેની 'કેસરી ટૂ' ફિલ્મ તાજેતરમાં રીલિઝ થઈ હતી. જોકે, આ ફિલ્મ ફલોપ જતાં અનન્યાની કેરિયરને ખાસ કોઈ ફાયદો થયો નથી.