- પૂરતાં સ્ક્રીન ન મળતાં 12 કરોડમાં સમેટાઈ
- ધુરંધર સામે ધોવાઈ જતાં હવે ખોટ ભરપાઈ કરવા હવે જાન્યુ.માં ફરી રીલિઝ
મુંબઈ : રણવીરની 'ધુરંધર'નાં વાવાઝોડાંમાં ધોવાઈ ગયેલી કપિલ શર્માની ફિલ્મ હવે રીરીલિઝ કરવાનો નિર્ણય લેવાયો છે.
કપિલ શર્માની ફિલ્મ 'કિસ કિસ કો પ્યાર કરું ટુ' ગઈ તા. ૧૨મી ડિસેમ્બરે રીલિઝ થઈ હતી. પરંતુ હજુ આગલાં સપ્તાહે જ રજૂ થયેલી રણવીરની 'ધુરંધર' બોક્સ ઓફિસ પર સફળ થતાં મોટાભાગના થિયેટર માલિકોએ કપિલની ફિલ્મ માટે સ્ક્રીન ફાળવવાનો જ ઈન્કાર કરી દીધો હતો. આ ફિલ્મ કુલ ૧૨ કરોડ રુપિયા માંડ કમાઈ શકી હતી. તેના કારણે નિર્માતાઓને ભારે મોટી ખોટ સહન કરવી પડી હતી.
હવે નિર્માતાઓએ જાન્યુઆરીમાં જ્યારે કોઈ મોટી ફિલ્મ સ્પર્ધામાં ન હોય ત્યારે તેને નવેસરથી રીલિઝ કરવાનો તખ્તો ગોઠવ્યો છે. નાનાં-મોટાં થિયેટરોમાં પણ થોડાંઘણાં સ્ક્રીન મળી જાય તો એટલિસ્ટ ફિલ્મનો ખર્ચો નીકળી જાય તેવો તેમનો હેતુ છે.


