ગરીબીએ સુખ-ચેન છીનવ્યા, અભણ રહેવું પડ્યું... જાણો પછી કેવી રીતે બન્યો કરોડપતિ
Comedian Sudesh Lehri : સુદેશ લહરી એન્ટરટેઈનમેન્ટ ઈન્ડસ્ટ્રીના ફેમસ કોમેડિયનમાંથી એક છે. તેણે કોમિક ટાઈમિંગ અને પંચ લાઈન્સથી ચાહકોના દિલમાં ખાસ સ્થાન બનાવ્યું છે. આજે ભલે તેની પાસે સંપત્તિ-ખ્યાતિ બધું છે, પરંતુ તેનું બાળપણ ગરીબીમાં વીત્યું હતું. ગરીબીના કારણે, તે ક્યારેય સ્કૂલમાં પણ નહોતો જઈ શક્યો.
લાફ્ટર શેફ સીઝન 1માં મને નુકસાન થયું
એક પોડકાસ્ટમાં સુદેશ લહરીએ જણાવ્યું કે, 'મારો પરિવાર ગરીબ હતો. તેમની પાસે સ્કૂલની ફી ભરવા માટે પૈસા નહોતા. તેથી હું અભણ રહ્યો. હું અંગ્રેજી નથી બોલી શકતો. હું શિક્ષિત નથી. તેથી જ હું લાફ્ટર શેફ સીઝન 1 દરમિયાન પૈસાની વાત સમજી ન શક્યો, જેના કારણે મને નુકસાન થયું. મેં તેમને 15 હજાર જણાવ્યા, જ્યારે મારા મનમાં 50 હજાર ચાલી રહ્યા હતા. આ ઘટના પછી મેં એક મેનેજર રાખ્યો. ગરીબીને યાદ કરીને તે ભાવુક થઈ ગયો.' તેણે કહ્યું કે 'એક સમય હતો જ્યારે મારો પરિવાર 100 રૂપિયામાં દિવાળી ઉજવણી કરી લેતો હતો.'
હવે મુંબઈમાં પાંચ ઘર છે
તેણે આગળ કહ્યું કે, 'હું અભણ હતો તેથી એક્ટિંગમાં કરિયર બનાવ્યું. કારણ કે મને લાઈન્સ ઝડપથી યાદ રહી જતી હતી. મારા લગ્ન 17 વર્ષની ઉંમરે થઈ ગયા હતા. તે સમયે પૈસા અને સંસાધનો બંનેની તંગી હતી. બાળકોના જન્મ બાદ અમને સમજાતુ નહોતું કે હવે શું કરવું. તેથી મેં એક્ટિંગ પસંદ કરી. આજે મારી પાસે મુંબઈમાં પાંચ ઘર છે, મોંઘી ગાડીઓ છે. હું બ્રાન્ડેડ કપડાં પહેરું છું.' મારું માનવું છે કે પૈસા ખર્ચ કરવા જોઈએ. તેને બેંકમાં રાખવાનો કોઈ અર્થ નથી. જો તમારી પાસે પૈસા છે, તો તમારું જીવન જીવો.'