દિલ્હી વિસ્ફોટોને પગલે કોકટેલ ટુનું શૂટિંગ રદ કરવું પડયું

- રણવીરની ધૂરંધરનું ટ્રેલર લોન્ચ પણ કેન્સલ
- ક્રિતી સેનન સહિતના કલાકારો દિલ્હીથી મુંબઈ પરત આવી ગયા
મુંબઇ : દિલ્હી વિસ્ફોટોને પગલે શાહિદ કપૂર, રશ્મિકા મંદાના અને ક્રિતી સેનની ફિલ્મ 'કોકટેલ ટુ'નું શૂટિંગ રદ કરી દેવાયું છે. ક્રિતી સહિતના કલાકારો દિલ્હીથી મુંબઈ પાછા આવી ગયા હતા.
દિલ્હીનાં વિવિધ લોકેશન્સ પર સાત દિવસ સુધી શૂટિંગ ચાલવાનું હતું. દિલ્હીનાં પ્રદૂષણને ધ્યાને રાખી કલાકારોની વાનમાં એર પ્યોરિફાયર તથા તમામ ક્રૂ માટે હાઈ ગ્રેડ માસ્ક સહિતની તૈયારીઓ કરી દેવામાં આવી હતી. પરંતુ, હવે વિસ્ફોટો બાદ હાલ શૂટિંગ મુલત્વી કરી દેવાયું છે. હવે આ શૂટિંગ આગામી ડિસેમ્બરમાં આગળ ધપાવાય તેવી સંભાવના છે.
બીજી તરફ રણવીર સિંહની 'ધૂરંધર'નું ટ્રેલર લોન્ચ પણ તા. ૧૨મી નવેમ્બરે યોજાવાનું હતું. તે પણ દિલ્હી વિસ્ફોટોને પગલે રદ કરાયું છે. હવે લોન્ચની નવી તારીખ જાહેર કરાશે.

