- છેલ્લા 30 મહિનામાં કિયારાની કોઈ સફળ ફિલ્મ નહિ
- હવે આ વર્ષે રજૂ થનારા ટોક્સિક તથા વોર ટૂ પર કિયારાની કારકિર્દીનો મદાર
મુંબઈ : કિયારા અડવાણીની હાલની રિલીઝ થયેલી ફિલ્મ 'ગેમચેન્જર' બ્લોકબસ્ટર થાય તેવી અપેક્ષા હતી. પરંતુ આ ફિલ્મ ફલોપ થઈ જતાં કિયારાની કારકિર્દી પર સંકટનાં વાદળો છવાયાં છે.
કિયારા અડવાણી સાથે આવું પ્રથમ વખત થયું નથી. આ પહેલા ૨૦૨૩ની 'સત્યપ્રેમ કી કથા' મહા મુશ્કેલીએ ૭૭.૫૫ કરોડ રૂપિયાનું લાઇફટાઇમ કલેકશન કરી શકી હતી. જોકે આ ફિલ્મ ફ્લોપ નહોતી કહેવાઇ પરંતુ કિયારાની પાછળની ફિલ્મોની સફળતાની સરખામણીમાં આ ફિલ્મનું બોક્સ ઓફિસ કલેકશન ઘણું ઓછું હતું.
એટલું જ નહીં કિયારાની ૨૦૨૨માં રિલીઝ થયેલી ફિલ્મ 'જુગજુગ જીયા' ેએ ૮૫.૦૩ કરોડ રૂપિયાનું લાઇફટાઇમ કલેકશન કર્યું હતું. આ ફિલ્મે પણ અપેક્ષા કરતાં બોક્સ ઓફિસ પર બહુ ઓછી કમાણી કરી હતી. કિયારાની છેલ્લી સફળ ફિલ્મ ૩૦ મહિના પહેલા રિલીઝ થઇ હતી. ૨૦૨૨માં 'ભૂલ ભૂલૈયા ટૂ' એ ૧૮૫.૯૨ કરોડ રૂપિયાની કમાણી કરી હતી. જે બ્લોકબસ્ટર ફિલ્મ કહી શકાય. તે પછી કિયારાની એક પણ ફિલ્મ બોક્સ ઓફિસ પર સારો વ્યવસાય કરી શકી નથી.
હવે કિયારાની કારકિર્દીનો આધાર ૨૦૨૫ની 'ટોક્સિક ' અને 'વોર' ફિલ્મની સીકવલ છે.


