Get The App

ગેમ ચેન્જર ફલોપ થતાં કિયારાની કારકિર્દી પર સંકટનાં વાદળો

Updated: Jan 16th, 2025

GS TEAM

Google News
Google News
ગેમ ચેન્જર ફલોપ થતાં કિયારાની કારકિર્દી પર સંકટનાં વાદળો 1 - image

- છેલ્લા 30 મહિનામાં કિયારાની કોઈ સફળ ફિલ્મ નહિ

- હવે આ વર્ષે રજૂ થનારા  ટોક્સિક તથા વોર ટૂ પર કિયારાની કારકિર્દીનો મદાર

મુંબઈ : કિયારા અડવાણીની હાલની રિલીઝ થયેલી ફિલ્મ 'ગેમચેન્જર' બ્લોકબસ્ટર થાય તેવી અપેક્ષા હતી. પરંતુ આ ફિલ્મ ફલોપ થઈ જતાં કિયારાની કારકિર્દી પર સંકટનાં વાદળો છવાયાં છે. 

કિયારા અડવાણી સાથે આવું  પ્રથમ વખત થયું નથી. આ પહેલા ૨૦૨૩ની 'સત્યપ્રેમ કી કથા' મહા મુશ્કેલીએ  ૭૭.૫૫ કરોડ  રૂપિયાનું લાઇફટાઇમ કલેકશન કરી શકી હતી. જોકે આ ફિલ્મ ફ્લોપ નહોતી કહેવાઇ પરંતુ કિયારાની પાછળની ફિલ્મોની સફળતાની સરખામણીમાં આ ફિલ્મનું બોક્સ ઓફિસ કલેકશન ઘણું ઓછું હતું.  

એટલું જ નહીં કિયારાની ૨૦૨૨માં રિલીઝ થયેલી ફિલ્મ 'જુગજુગ જીયા' ેએ  ૮૫.૦૩ કરોડ રૂપિયાનું લાઇફટાઇમ કલેકશન કર્યું હતું. આ ફિલ્મે પણ અપેક્ષા કરતાં બોક્સ ઓફિસ પર બહુ ઓછી કમાણી કરી હતી. કિયારાની છેલ્લી સફળ ફિલ્મ ૩૦ મહિના પહેલા રિલીઝ થઇ હતી.   ૨૦૨૨માં 'ભૂલ ભૂલૈયા ટૂ' એ ૧૮૫.૯૨ કરોડ રૂપિયાની કમાણી કરી હતી. જે બ્લોકબસ્ટર ફિલ્મ  કહી શકાય. તે પછી કિયારાની એક પણ ફિલ્મ બોક્સ ઓફિસ પર સારો વ્યવસાય  કરી શકી નથી. 

હવે કિયારાની કારકિર્દીનો આધાર ૨૦૨૫ની 'ટોક્સિક ' અને 'વોર' ફિલ્મની સીકવલ છે.