સિનેમેટોગ્રાફર જોની લાલનું કોવિડ-19થી થયું નિધન
- તેમણે બોલીવૂડની ટોચની ફિલ્મોમાં સિનેમેટોગ્રાફરની જવાબદારી નિભાવી હતી
મુંબઇ : પીઢ સિનેમેટોગ્રાફર જોની લાલનું કોરોનાના કારણે નિધન થયું છે. તેઓ છેલ્લા બે અઠવાડિયાથી કોવિડ સામે ઝઝૂમી રહ્યા હતા. તેમણે ૨૧ એપ્રિલના રોજ મુંબઇમાં અંતિમ શ્વાસ લીધા હતા.
જોની લાલે આર માધવન સ્ટર રહના હૈ તેરે દિલ મેં, ગોવિંદા-સલમાન ખાનની પાર્ટનર અને હૃતિક રોશનની યાદે જેવી ફિલ્મોમાં કામ કર્યું હતું.
જોની લાલના નિધનના સમાચાર સિનેમેટોગ્રાપર એસોસિયેશનના જનરલ સેક્રેટરીએ આપ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, જોની લાલજીનું ૨૧ એપ્રિલના રોજ મુંબઇમાં નિધન થઇ ગયું છે. લોકડાઉન પહેલા ચે તોડા પ્રોજેક્ટસના શૂટિંગ કરી રહ્યા હતા. બે અઠવાડિયા પહેલા તેમની કોવિડ-૧૯ની ટેસ્ટ પોઝિટિવ આવી હતી. થોડા કોમ્પલીકેશનસ હતા,જેને કારણે તેમનું નિધન થઇ ગયું છે.