Get The App

કોરિયોગ્રાફર ગણેશ આચાર્ય નવી ફિલ્મ સિર્ફ તુમ બનાવશે

Updated: Jan 16th, 2025

GS TEAM


Google News
Google News
કોરિયોગ્રાફર ગણેશ આચાર્ય નવી ફિલ્મ સિર્ફ તુમ બનાવશે 1 - image


- ઓસ્ટ્રેલિયામાં આગામી એપ્રિલથી શૂટિગ

- દીપક શિવદાસાનીને  દિગ્દર્શનનું સુકાન સોંપાયું  રોમેન્ટિક સ્ટોરી હશે તેવો પોસ્ટર પરથી સંકેત

મુંબઇ : જાણીતા કોરિયોગ્રાફર અને ફિલ્મ નિર્માતા ગણેશ આચાર્યએ પોતાની આગામી ફિલ્મ 'સિર્ફ તુમ'ની ઘોષણા કરી છે. ે દીપક શિવદાસાની  દ્વારા લેખિત અને દિગ્દર્શિત  આ ફિલ્મ એક લવ સ્ટોરી હશે. આ ફિલ્મનું શૂટિંગ એપ્રિલ મહિનામાં ઓસ્ટ્રેલિયાના સિડનીમાં શરૂ કરવામાં આવશે. શિવદાસાનીે 'બાગી', 'ગોપી કિશન' સહિતની ફિલ્મોના દિગ્દર્શક તરીકે જાણીતા છે. 

ફિલ્મના પોસ્ટર પરથી આ એક રોમાન્ટિક ફિલ્મ હશે તેવો સંકેત મળ્યો છે. પોસ્ટરમાં એક યુવક યુવતીને રોમાન્ટિક અદામાં દર્શાવાયાં છે. જોકે, ફિલ્મના કલાકારોની કોઈ જાહેરાત હજુ સુધી કરાઈ નથી.

Tags :