Get The App

ધડક ટૂ પર સેન્સરની કાતર ફરી વળીઃ 16 કટનો આદેશ

Updated: May 25th, 2025

GS TEAM


Google News
Google News
ધડક ટૂ પર સેન્સરની કાતર ફરી વળીઃ 16 કટનો આદેશ 1 - image


- છ મહિનાથી સેન્સરમાં અટવાઈ ગઈ હતી   

- જાતિસૂચક અનેક સંવાદો  અને સીન કાઢી નખાતાં ફિલ્મનો મૂળ મેસેજ મરી જવાની આશંકા

મુંબઈ: છેલ્લા છ મહિનાથી સેન્સર બોર્ડમાં મંજૂરીનાં વાંકે અટવાઈ ગયેલી 'ધડક ટૂ'ને આખરે હવે  પ્રમાણ પત્ર મળ્યું છે. જોકે, ફિલ્મ પર સેન્સર બોર્ડે ભરપૂર કાતર ચલાવી છે અને ૧૬ જેટલા સીન તથા સંવાદો કાપી નાખી સુધારાવધારા સૂચવ્યા છે. 

ફિલ્મની ટીમે અફસોસ વ્યક્ત કર્યો હતો કે વર્ગભેદની વાત કહેતી ફિલ્મમાં આ સંવાદો અને દ્રશ્યો બહુ મહત્વનાં હતાં. તે કાઢી નખાવાથી ફિલ્મ એકદમ નબળી પડી જાય તેમ છે.  ફિલ્મમાંથી કવિ તુલસીદાસની એક ચોપાઈ કાઢી નાખવામાં આવી  છે. ત્રણ હજાર વર્ષનો બેકલોગ ૭૦ વર્ષમાં સાફ નહિ થાય એ પ્રકારનો એક સંવાદ કાઢી નાખવામાં આવ્યો છે. 

મૂળ સાઉથની ફિલ્મ 'પેરિયેરુમ પેરુમલ'ની રીમેક 'ધડક ટૂ'માં સિદ્ધાંત ચતુર્વેદી અને તૃપ્તિ ડિમરી જેવા આજના જાણીતા કલાકારોની જોડી છે. આ ફિલ્મ નવેમ્બર ૨૦૨૪માં રીલિઝ થવાની હતી પરંતુ સેન્સર  બોર્ડે જાતિ સૂચક સંવાદો  અને દ્રશ્યો સામે લાલઝંડી દેખાડતાં ફિલ્મ અટવાઈ પડી હતી. 

Tags :