Get The App

સેલીના જેટલી વિદેશથી 14 વરસ પછી મુંબઇ ફરી ફિલ્મોમાં કામ કરવા આવી ગઇ

Updated: Feb 9th, 2025

GS TEAM

Google News
Google News
સેલીના જેટલી વિદેશથી 14 વરસ પછી મુંબઇ  ફરી ફિલ્મોમાં કામ કરવા આવી ગઇ 1 - image


- અભિનેત્રીએ સોશયલ મીડિયા પર પોતાની તસવીર શેર કરીને જણાવ્યું

મુંબઇ : સેલીના જેટલી વિદેશમાં ૧૪ વરસ ગાળીને ફરી અભિનય કરવા મુંબઇ આવી પહોંચી છે. તેણે નો એટ્રી અને અપના સપના મની-મની  જેવી ફિલ્મોમાં કામ કર્યુ છે. શુક્રવારે અભિનેત્રીએ ઇન્સ્ટાગ્રામ પર પોતાની એક તસવીર શેર કરીને મુંબઇ આવી પહોંચ્યાનું જણાવ્યું હતું. અભિનેત્રીએ તસવીર સાથે કેપ્શન મુક્યું હતું કે,  ૧૪ વરસ વિદેશ રહ્યા પછી હું ફરી કામ માટે આમચી મુંબઇ વાપસ આવી છું. સેલીનાને છેલ્લે રામ કમલ મુખર્જીની શોર્ટ ફિલ્મ સીઝન્સ ગ્રીટિંગ્સમાં જોવા મળી હતી. આ ફિલ્મ ૨૦૨૦માં રિલીઝ કરવામાં આવી હતી. તેણે થેન્ક યૂ અને ગોલમાલ રિર્ટન્સમાં પણ કામ કર્યું છે. 

Tags :