ડોન થ્રીમાં કાસ્ટિંગ રખડયું, ફિલ્મ વધારે મોડી પડશે
- હિરોઈન અને વિલન બંને અંગે અવઢવ
- વિક્રાંત મેસ્સીને રોલમાં દમ ન લાગતાં ફિલ્મ છોડી દીધી હોવાની ચર્ચા
મુંબઈ : ફરહાન અખ્તરની 'ડોન થ્રી'માં એક પછી એક અડચણો આવ્યા જ કરે છે. હજુ ફિલ્મનું શૂટિંગ શરુ થયું ંનથી ત્યાં કાસ્ટિંગંમાં ગરબડો ચાલી રહી છે. ભારે શોધખોળ બાદ માંડ માંડ હિરોઈન તરીકે સિલેક્ટ થયેલી કિયારા અડવાણીએ પ્રેગનન્સીના કારણે ફિલ્મ છોડી દીધી તો વિક્રાંત મેસ્સીએ તેેને ઓફર કરાયેલો વિલનનો રોલ બહુ દમદાર નહિ હોવાથી ફિલ્મમાંથી નીકળી ગયો હોવાની ચર્ચા છે.
બોલીવૂડ વર્તુળોમાં ચર્ચા મુજબ 'ડોન થ્રી' માં વિલનના રોલ માટે વિક્રાંત મેસ્સીને ફાઈનલ સ્ક્રિપ્ટમાં ખ્યાલ આવ્યો હતો કે રણવીર સામે તેનો વિલનનો રોલ એકદમ ગૌણ છે. વિક્રાંત હવે મેઈન સ્ટ્રીમના કલાકાર તરીકે સેટ થવા પ્રયાસ કરી રહ્યો હોવાથી તેણે આવી ગૌણ ભૂમિકા ભજવવાનું સ્વીકાર્યું ન હતું ંસાઉથના હિરો વિજય દેવરકોંડાએ પણ આ જ કારણોસર ફિલ્મ છોડી દીધી હોવાનું કહેવાય છે. ફરહાન હવે નવા વિલનની શોધ કરી રહ્યો હોવાનું કહેવાય છે.
અગાઉ એક વાત એવી પણ ઉડી હતી કે આ ફિલ્મમાં કદાચ પ્રિયંકા ચોપરા પણ પુનરાગમન કરશે. એક વાત એવી હતી કે કિયારાને સ્થાને ક્રિતી સેનન સિલેક્ટ થઈ ગઈ છે.
ફરી એવી ચર્ચા ચાલી હતી કે ફરહાન કિયારા મેટરનિટી લીવ પરથી પાછી ફરે ત્યાં સુધી રાહ જોશે. આ બધી ચર્ચાબાજી હવે ફરહાને ખુદ મૌન જાળવી રાખ્યું છે.