કેનેડિયન રેપર ટોમી જેનેસિસ દ્વારા હિંદુ કાલી દેવીનું કઢંગું ચિત્રણ
- વીડિયો ડિલીટ કરાવવા માટે હાકલ
- હિંદુ દેવી જેવો મેકઅપ કરી ક્રોસ ધારણ કરી અશ્લીલ ચેષ્ટાઓ
મુંબઇ : કેનેડાની રેપર ટોમી જેનેસિસે હિંદુ કાલી દેવી જેવો મેક અપ કરી અશ્લીલ ચેષ્ટાઓ દાખવતાં ભારે વિવાદ જાગ્યો છે. તેના આ વીડિયોને મહત્તમ રીપોર્ટ કરી ડિલીટ કરાવવા માટે હાકલ થઈ છે. સંખ્યાબંધ રેપર્સ ઉપરાંત મ્યુઝિક ઈન્ડસ્ટ્રીના લોકોએ પણ આવાં કૃત્યને વખોડી કાઢ્યુું છે અને આ વીડિયો તત્કાળ દૂર કરાવવા માગણી કરી છે.
ટૂ બ્લૂ વીડિયોમાં ટોમી જેનેસિસે પોતાના શરીર પર બ્લૂ પેઈન્ટ કર્યો છે. તેણે હિંદુ દેવી કાલી જેવો જ મેકઅપ કર્યો છે અને હાથમાં ક્રોસ લઇને પોતાના પ્રાઇવેટ ભાગ પર મૂકી કઢંગી ચેષ્ટાઓ કરી છે. લોકોનું કહેવુ છે તેણે હિંદુ દેવી અને ખ્રિસ્તી ધર્મ બનેનું અપમાન કર્યું છે.ટોમી કેનેડિયન રેપર અને મોડલ છે. તેના પિતા મૂળ તમિલનાડુના ક્રિશ્ચિયન હતા. તે હાલ વાનકુંવરમાં રહે છે.