Get The App

બોક્સ ઓફિસ પર 'બ્રહ્માસ્ત્ર'નો તરખાટ યથાવત, બીજા દિવસે ભારતમાં કરી 43 કરોડની કમાણી

Updated: Sep 11th, 2022

GS TEAM

Google News
Google News
બોક્સ ઓફિસ પર 'બ્રહ્માસ્ત્ર'નો તરખાટ યથાવત, બીજા દિવસે ભારતમાં કરી 43 કરોડની કમાણી 1 - image

મુંબઈ,તા.11.સપ્ટેમ્બર.2022 રવિવાર

રણબીર અને આલિયાની ફિલ્મ બ્રહ્માસ્ત્ર એ બોક્સ ઓફિસ પર તરખાટ મચાવવાનુ ચાલુ રાખ્યુ છે.

રિલિઝના બીજા દિવસે આ ફિલ્મે ભારતમાં 43 કરોડ રુપિયાની કમાણી કરી હોવાના મીડિયા રિપોર્ટસ સામે આવી રહ્યા છે.આ અહેવાલો પ્રમાણે પહેલા દિવસે જ્યાં બ્રહ્માસ્ત્ર ફિલ્મે ભારતમાં 37 કરોડની કમાણી કરી હતી ત્યારે બીજા દિવસે તેની કમાણીમાં ઉછાળ આવ્યો હતો અને આ ફિલ્મ 43 કરોડ રુપિયા ભારતમાંથી કમાઈ છે.આમ ભારતમાં તેની કમાણી 80 કરોડ પર પહોંચી ચુકી છે.

પહેલા દિવસે આખી દુનિયામાંથી ફિલ્મે 75 કરોડનુ કલેક્શન કર્યુ હતુ.ફિલ્મે સૌથી સારો દેખાવ મુંબઈમાં કર્યો છે.આ સિવાય દિલ્હી, કોલકાતા, ચંદીગઢ જેવા શહેરોમાં પણ બ્રહ્માસ્ત્ર બોક્સ ઓફિસ પર જોરદાર દેખાવ કરી રહી છે.

રવિવારની રજા હોવાથી આજે આ ફિલ્મના કલેક્શનમાં હજી પણ વધારે ઉછાળો આવે તેવી શક્યતા છે.ફિલ્મ ત્રીજા દિવસે જ 100 કરોડની ક્લબમાં સામેલ થશે તે વાત નિશ્ચિત મનાઈ રહી છે.

બ્રહ્માસ્ત્ર ફિલ્મમાં રણબીર અને આલિયા સિવાય મહાનાયક અમિતાભ બચ્ચન પણ છે.જ્યારે શાહરુખ અ્ને નાગાર્જુનનો આ ફિલ્મમાં ગેસ્ટ રોલ છે.લોકોને આ ફિલ્મ પસંદ આવી રહી છે તેવુ બોક્સ ઓફિસની કમાણી પરથી લાગી રહ્યુ છે.