Get The App

બોક્સ ઓફિસ ઝીરો કલેકશનની સાથે સાથે એવોર્ડ સમારંભો રદ

- ફિલ્મ જગતમાં લોકડાઉનના કારણે પ્રથમ વખત બનેલી ઘટનાઓ

Updated: Apr 26th, 2020

GS TEAM

Google News
Google News
બોક્સ ઓફિસ ઝીરો કલેકશનની સાથે સાથે  એવોર્ડ સમારંભો રદ 1 - image


(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ,તા. 25 એપ્રિલ 2020, શનિવાર

કોરોના પ્રકોપના કારણે ચાલી રહેલા લોકડાઉનના કારણે સિનેમા જગત પર અવળી અસર પડી છે. ફિલ્મ રિલીઝની સાથેસાથે બોલીવૂડના એકટર્સોના પ્રશંસકોને પણ હાનિ પહોંચી છે. 

થિયેટરોમાં લગભગ એક -દોઢ મહિનાથી એક પણ ફિલ્મ રિલીઝ થઇ નથી. આવું પહેલી વખત બન્યું છે કે બોક્સ ઓફિસ કલેકશન ઝીરો રહ્યું હોય. ફક્ત બોલીવૂડની જ નહીં પરંતુ હોલીવૂડની ફિલ્મોની રિલીઝ પણ અટકી ગઇ છે. 

સાલ ૨૦૦૭થી સલમાન ખાનના બાંદરાના ગેલેક્સી અપાર્ટમેન્ટની બહાર સોમવાર થી ગુરૂવાર સુધી ગરીબ દરદીઓની લાઇન લાગતી હોય છે. જેના ઇલાજની મફત વ્યવસ્થા કરવામાં આવે છે. પરંતુ કોરોના વાયરસના કારણે હવે લાઇન લાગવી બંધ થઇ ગઇ છે. ગરીબ દરદીઓને ડાકટરો તપાસી લે પછી તેના ખરચાની રકમ વિશે સલમાનના પિતા સલીમ ખાનને જણાવે. આ પછી સલીમ, સલમાનની સંસ્થા બીઇંગ હ્યુમન તરફતી એ રકમના ચેક ગરીબોને આપવામાં આવે છે, જે હોસ્પિટલના નામ પર હોય છે. પરંતુ છેલ્લા એક મહિનાથી લોકડાઉનના કારણે આ સિલસિલો થંભી ગયો છે. 

૧૨ થી ૨૩ મેના રોજ  યોજનારો કાન્સ ફેસ્ટિવલને આ વખતે રદ કરવામાં આવ્યો છે. ૧૯ માર્ચના જ કાન્સના આયોજકોએ તેને રદ કરવાની ઘોષણા કરી દીધી છે અને હજી નવી તારીખ બહાર પાડવામાં આવી નથી. છેલ્લા ૫૨ વરસમાં આવું પ્રથમ વખત બનશે કે કાન્સ ફેસ્ટિવલને રદ કરવો  પડયો હોય. એવી પણ શક્યતા છે કે, કદાચ આ વરસે કાન્સ ફેસ્ટિવલનું આયોજન જ નહીં થાય. 

રિપોર્ટસના અનુસાર છેલ્લા ૩૭ વરસમાં પહેલી વખત એવુ ંબન્યું છે કે અમિતાભ બચ્ચન છેલ્લા દોઢ મહિનાથી પોતાના પ્રશંસકોને મળ્યા નથી. વાસ્તવમાં ૧૯૮૨થી દર રવિવારે તેઓ પોતાના જુહુ બંગલો જલસાની બહાર ચાહકો તેમને જોવા આતુર રહેતા અને અમિતાભ તેમને વેવ કરવા માટે બંગલાની બહાર આવતા. પરંતુ ૧૫ માર્ચથી આ મુલાકાત થંભી ગઇ છે. 

ઇન્ટરનેશનલ ઇન્ડિયન ફિલ્મ એકડમી (આઇફા) એવોર્ડ પણ ૨૧ વરસમાં પ્રથમ વખત ટાળવામાંઆવ્યો છે. આ વખતે ૨૧મા આઇફા એવોર્ડ ભારતના મધ્યપ્રદેશમાં યોજાવાનો હતો. તેની ઓપનિંગ સેરિમની ભોપાલમાં થવાની હતી જ્યારે ૨૭થી ૨૯ માર્ચ દરમિયાન ઇંદોરમાં યોજાવાનો હતો. પરંતુ આન ેહવે અનિશ્ચિતકાળ માટે રદ કરવામા ંઆવ્યો છે. 

Tags :