Get The App

Border 2 ફિલ્મ જોવા જવી કે નહીં? સની દેઓલ એન્ડ ટીમની એક્ટિંગના થઈ રહ્યાં છે વખાણ

Updated: Jan 24th, 2026

GS TEAM

Google News
Google News
Border 2 movie Review


Border 2 movie Review: વર્ષ 1997માં આવેલી જે.પી. દત્તાની સુપરહિટ ફિલ્મ 'બોર્ડર' પછી તેની સિક્વલ 'બોર્ડર 2' અત્યારે રિલીઝ થઈ છે, જે પ્રેક્ષકોની આશાઓ પર ખરી ઉતરતી જણાય છે. અનુરાગ સિંહના દિગ્દર્શનમાં બનેલી આ ફિલ્મનો વ્યાપ ઘણો મોટો છે, જેમાં 1971ના યુદ્ધની ગાથાને માત્ર જમીન પર જ નહીં, પરંતુ હવાઈ અને દરિયાઈ મોરચે પણ શાનદાર રીતે રજૂ કરવામાં આવી છે. 'લેફ્ટનન્ટ કર્નલ ફતેહ સિંહ કાલેર'ના મજબૂત પાત્રમાં સની દેઓલનું કમબેક થયું છે, જેનો પ્રભાવશાળી અભિનય ફિલ્મની આખી સ્ટારકાસ્ટમાં સૌથી વધુ ઉભરી આવે છે.

સૈનિકોના અંગત જીવન અને પરિવારની વેદનાનું ચિત્રણ

ફિલ્મની વાર્તામાં સૈનિકોના અંગત જીવન અને તેમના પરિવારોની વેદનાને ખૂબ જ સુંદર રીતે દર્શાવવામાં આવી છે. વાર્તામાં વરુણ ધવન(મેજર હોશિયાર સિંહ દહિયા), દિલજીત દોસાંજ(ફ્લાઈંગ ઓફિસર નિર્મલ જીત સેખોન) અને અહાન શેટ્ટી(લેફ્ટનન્ટ કમાન્ડર એમ.એસ. રાવત) વચ્ચેની અતૂટ મૈત્રી કેવી રીતે ટ્રેનિંગના સમયગાળા દરમિયાન મજબૂત થઈ, તે સુંદર રીતે વણી લેવાયું છે.

બીજી તરફ, મોના સિંહ, સોનમ બાજવા અને મેધા રાણા જેવા અભિનેત્રીઓએ સૈનિકોની પત્નીઓની ટૂંકી પણ પ્રભાવશાળી ભૂમિકા ભજવીને સંઘર્ષની બીજી બાજુ રજૂ કરી છે. યુદ્ધની વિનાશકતા અને તેમાં જીવ ગુમાવનારા સૈનિકોના કરુણ દ્રશ્યો એટલા ભાવુક છે કે તે પ્રેક્ષકોની આંખો ભીની કરી દે છે.


આ પણ વાંચો: 'ફાયરિંગ મારા જ હથિયારથી થયું', અભિનેતા KRKની કબૂલાત બાદ મુંબઈ પોલીસે કરી ધરપકડ

દિલજીત દોસાંજ અને વરુણ ધવનનો પ્રભાવશાળી અભિનય

જોકે, વર્તમાન સમયની અન્ય ફિલ્મોની જેમ આમાં પણ 'દેશભક્તિ' અને પાકિસ્તાન પ્રત્યેનો આક્રોશ સ્પષ્ટપણે જોવા મળે છે, પરંતુ સારી વાત એ છે કે તે ફિલ્મના મૂળ હાર્દને નુકસાન પહોંચાડતું નથી. વર્ષો પહેલાની 'બોર્ડર'ના સદાબહાર ગીતોના નવા વર્ઝન અને સની દેઓલના યાદગાર સીન્સ ફરીથી જોતા જ દર્શકો જૂની યાદોતાજી કરાવે છે.  વરુણ ધવનનો હરિયાણવી લહેજો પકડવાનો પ્રયાસ અને અહાન શેટ્ટીનો ઉત્સાહ ફિલ્મને આગળ વધારે છે, તો પાયલટ તરીકે દિલજીત દોસાંજે ખૂબ જ પ્રભાવશાળી કામ કર્યું છે. ટૂંકમાં આ ફિલ્મ સૈનિકોના શૌર્યને નમન કરતી એક મનોરંજક અને ગંભીર વૉર મૂવી છે.

Border 2 ફિલ્મ જોવા જવી કે નહીં? સની દેઓલ એન્ડ ટીમની એક્ટિંગના થઈ રહ્યાં છે વખાણ 2 - image