Get The App

બોની કપૂર પુત્ર અર્જુનને લઇને સિક્વલ બનાવશે

-સલમાન ખાન રખડાવી રહ્યો છે, નથી હા કહેતો નથી ના કહેતો

-નો એન્ટ્રીની સિક્વલ માટે બોની તડપી રહ્યો છે

Updated: Jul 20th, 2018

GS TEAM

Google News
Google News
બોની કપૂર પુત્ર અર્જુનને લઇને સિક્વલ બનાવશે 1 - image

મુંબઇ તા.૨૦

 ટોચનો ફિલ્મ સર્જક બોની કપૂર પોતાની ૨૦૦૫ની હિટ ફિલ્મ નો એન્ટ્રીની સિક્વલ માટે છેલ્લાં ચારેક વર્ષથી સલમાનની વાટ જોઇ જોઇને કંટાળ્યો છે અને હવે પોતાના અભિનેતા પુત્ર અર્જુન કપૂરને લઇને આ ફિલ્મ બનાવવાનું વિચારી રહ્યો છે એવી માહિતી મળી હતી.

ઓરિજિનલ ફિલ્મમાં અનિલ કપૂરની સાથે સલમાન ખાન હતો અને ત્યારે એ આજની જેમ સુપર સ્ટાર બન્યો નહોતો. આજના જેટલો એ બીઝી નહોતો. અત્યારે પરિસ્થિતિ જુદી છે. એ ટોચના ફિલ્મ સર્જકો સાથે ત્રણ ચાર ફિલ્મો કરી રહ્યો છે અને બોનીએ એને કેટલીય વાર સંદેશો મોકલ્યો પરંતુ સલમાન નથી હા કહેતો કે નથી ના કહેતો.

જો કે અત્યારે સિક્વલ સ્ક્રીપ્ટીંગ લેવલે છે અને જાણકાર વર્તુળોના કહેવા મુજબ આજના સંદર્ભમાં સ્ક્રીપ્ટ લખાઇ રહી હોવાથી આ સ્ક્રીપ્ટમાં નવા કલાકારો વધુ ફિટ બેસે એમ છે. જો કે ફિલ્મને સેલેબલ બનાવવા બોની સલમાનને લેવા ઇચ્છતો હતો. 

૨૦૧૭માં રજૂ થયેલી મુબારકાં ફિલ્મ હિટ નીવડી એટલે બોની અનિસ બઝ્મી અને પોતાના અભિનેતા પુત્ર અર્જુનને લઇને ફિલ્મ બનાવવા ઉત્સુક છે. જો કે અર્જુન આ બાબતમાં સમર્થન કે રદિયો આપવા હાજર નહોતો.

જો કે હાલ બોની ફૂટબૉલ લેજંડ સૈયર અબ્દુલ રહીમની ફિલ્મની તૈયારીમાં પડયા છે અને એ માટે અજય દેવગણને સાઇન કરી લેવામાં આવ્યો છે.