પીઢ અભિનેત્રી તબસ્સુમ ગોવિલનું કાર્ડિયાક અરેસ્ટથી અવસાન
પીઠ અભિનેત્રીએ 78 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા
મુંબઈ,તા.19 નવેમ્બર-2022, શનિવાર
હિન્દી ફિલ્મ જગતમાં એક દુઃખ સમાચાર સામે આવ્યા છે. પીઢ અભિનેત્રી તબસ્સુમ ગોવિલે આ દુનિયાને હંમેશા માટે અલવિદા કહી દીધું છે. અભિનેત્રીનું 78 વર્ષની વયે નિધન થયું છે. મળતી માહિતી મુજબ ગત સાંજે તેમને હાર્ટ એટેક આવતા નિધન થયું છે. તબસ્સુમ પોતાના શો 'ફૂલ ખીલે હૈં ગુલશન ગુલશન' માટે લોકપ્રિય બન્યા હતી.
કોણ હતા તબસ્સુમ
તબસ્સુમ (1944માં જન્મેલા કિરણ બાલા સચદેવ) એક ભારતીય અભિનેત્રી, ટોક શો હોસ્ટ અને યુટ્યુબર પણ હતા, જેમણે 1947માં બાળ કલાકાર બેબી તબસ્સુમ તરીકે કારકિર્દીની શરૂઆત કરી હતી. બાદમાં તેમણે ભારતીય ટેલિવિઝનના પ્રથમ ટીવી ટોક શોના હોસ્ટ તરીકે ટેલિવિઝન કારકિર્દી બનાવી હતી, ફૂલ ખીલે હૈં ગુલશન ગુલશન જે1972 થી 1993 દરમિયાન દૂરદર્શન પર ટોક શો ચાલતો હતો જેમના તેઓ મુખ્ય હોસ્ટ હતા. જેમાં તેમણે ફિલ્મ અને ટીવી હસ્તીઓનો ઇન્ટરવ્યુ લીધા હતા.
તબસ્સુમનું અંગત જીવન
તબસ્સુમનો જન્મ 9 જુલાઈ 1944ના રોજ મુંબઈમાં થયો હતો. તેમના પિતા અયોધ્યાનાથ સચદેવ સ્વતંત્રતા સેનાની હતા. તેમની માતા અસગરી બેગમ લેખક અને પત્રકાર હતા. જ્યારે તેઓ માત્ર ત્રણ વર્ષના હતા ત્યારે તેમણે 1947માં ફિલ્મ મેરા સુહાગથી તેમની ફિલ્મી સફરની શરૂઆત કરી હતી. બાળપણમાં તેમને બેબી તબસ્સુમ કહેવાતું હતું. તેમના લગ્ન વિજય ગોવિલ સાથે થયા, જે અરુણ ગોવિલના મોટા ભાઈ છે. અરુણ ગોવિલે રામાનંદ સાગરની પ્રખ્યાત દૂરદર્શન સીરિયલ રામાયણમાં રામની ભૂમિકા ભજવી હતી.
તબસ્સુમની મુખ્ય ફિલ્મો
- 1986 - ચમેલી કી શાદી
- 1985 - સુર સંગમ
- 1985 - જબરદસ્ત
- 1985 - હમ નૌજવાન
- 1985 - હકીકત
- 1973 - હીરા
- 1972 - શાદી કે બાદ
- 1972 - આન બાન
- 1971 - તેરે મેરે સપને
- 1971 - ગેમ્બલર
- 1971 - અધિકાર
- 1970 - જોની મેરા નામ
- 1969 - પ્યાર કા મોસમ
- 1963 - ફિર વહી દિલ લાયા હૂં
- 1961 - ધર્મપુત્ર
- 1960 - મુગલ-એ-આઝમ
- 1954 - બાપ-બેટી
- 1952 - બૈજુ બાવરા
- 1951 - દિદાર
- 1951 - અફસાના
- 1951 - બહાર
- 1951 - આરામ
- 1950 - સરગમ