બોલીવૂડ સિતારાઓ કોરોના વોરિયર્સોને રક્તદાન કરવા સમજાવી રહ્યા છે
- જેમાં અજય દેવગણ, હૃતિક રોશન, આમિર ખાન આને શાહિદ કપૂરનો સમાવેશ
(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ, તા. 20 એપ્રિલ 2020, સોમવાર
કોરોના વાયરસનો ભોગ બનીને સારવાર બાદ સાજા થયેલા લોકોનું રક્ત કોરોનાથી પીડાતા લોકો માટે લાભદાયક છે. તેથી બૃહદ મુંબઇ પાલિકાએ આ બાબતે જાગરૂકતા ફેલાવા માટે ફિલ્મ કલાકારોનો સહારો લીધો છે.
હૃતિક રોશને એક પોસ્ટ શેર કરી છે જેમાં તેણે લખ્યું છે કે, મુંબઇની કસ્તૂરબા ગાંધી હોસ્પિટલને એવા લોકોનો સાથ જોઇએ છીએ જેઓએ કોરોનાને હરાવ્યા છે. જો કોઇનું કોરોના પોઝિટિવ હોય અને ૧૪ દિવસના સમય વીતી ગયો હોય અથવા તો નેગેટિવ રિપોર્ટ આવ્યા પછી ૧૪ દિવસ થઇ ગયા હોય તો તમારા રક્તમાં જે સેલ્સ હોય છે, તે કોરોનાને ખતમ કરી શકે છે. તો જો તે વ્યક્તિ બ્લડ ડોનેટ કરે તો વધુ લોકોનો જીવ બચાવી શકાય. ખાસ કરીને જેમની હાલત ગંભીર હોય.
અજય દેવગણે સોશિયલ મીડિયા પર પોસ્ટ મુકી છે કે, જો કોઇ વ્યક્તિ કોવિડ ૧૯ની બીમારીમાંથી સાજી થઇ હોય તે કોરોના વોર્યિર છે. આપણે આ અદ્રશ્ય દુશ્મનની લડાઇ માટે આવા વોરિયર્સની સેનાની જરૂર છે. આવી વ્યક્તિઓના બ્લડમાં બુલેટ છે જે વાયરસને નષ્ટ કરી શકે. મહેરબાની કરીને બ્ડ ડોનેટ કરો જેથી અન્ય લોકોનો જીવ પણ બચાવી શકાય, ખાસ કરીને ગંભીર હાલત હશે તે વ્યક્તિને ફાયદો થશે.
આમિર કાને બૃહદ મુંબઇ નગરપાલિકાની પોસ્ટ મુકી છે, જેમાં ઇમેલ આઇડી સાથે ચોક્કસ સંપર્ક નંબરોનો પણ ઉલ્લેખ છે. જેની મદદથી ડોનર સંપર્ક કરી શકે. આ સાથે જ પોસ્ટમાં આ વાતની પણ જાણકારી આપવામાં આવી છે કે કઇ કઇ વ્યક્તિઓ બ્લડ ડોનેટ કરી શકે એમ છે.
શાહિદ કપૂરે એક પોસ્ટ શેર કરીને જણાવ્યું છે કે, બૃહદ મુંબઇ મહાનગર પાલિકા તરફથી આ વાતની જાણકારી આપવામાં આવી છે કે, જે વ્યક્તિઓ કોરોનાને હંફાવીને સાજા થયા છે, તે પોતાનું રક્ત દાન કરે, જેથી અન્ય સંક્રમિચ દરદીઓને આનાથી મદદ મળે.