AAP નેતા રાઘવ ચઢ્ઢાની કમાણી લાખોમાં, તો પરિણીતી ચોપરાની કરોડોમાં, હાલ બંનેના લગ્નની અફવાઓ જોરમાં
ચૂંટણી ફોર્મમાં જણાવ્યા પ્રમાણે રાધવ ચઢ્ઢાની કુલ સંપતિ 37 લાખ
પરિણીતિ ચોપરાની કુલ સંપતિ 60 કરોડથી વધારે
Image Twitter |
મુંબઈ, તા. 3 એપ્રિલ 2023, સોમવાર
અભિનેત્રી પરિણીતિ ચોપરા અને આપના નેતા રાઘવ ચઢ્ઢાના લગ્નને લઈને આજકાલ ખૂબ ચર્ચામાં છે. જો કે હજુ આ બન્નેમાથી કોઈએ ઓફિશિયલ જાહેરાત કરી નથી.પરંતુ બન્ને ઘણીવાર એક સાથે જોવા મળે છે. આવો જાણીએ કે આ કપલની નેટવર્થ કેટલુ છે. અને કોણ કેટલી સંપતિનો માલિક છે.
પરિણીતિ ચોપરા અને આપના નેતા રાઘવ ચઢ્ઢાને ઘણીવાર આ બન્નેને સાથે જોવા મળ્યા છે. સિંગર અને એક્ટર હાર્ડી સંધુએ પણ તેમના અફેરના સમાચારને સમર્થન આપ્યું હતું આ સાથે બન્ને કેટલાક સમયથી ઘણીવાર સાથે જોવા મળતા લોકો એવી વાતો કરી રહી છે કે, બંને ટૂંક સમયમાં લગ્નના બંધનમાં જોડાવાના છે.
ચૂંટણી ફોર્મમાં જણાવ્યા પ્રમાણે રાધવ ચઢ્ઢાની કુલ સંપતિ 37 લાખ
આપના નેતા રાધવ ચઢ્ઢા રાજ્યસભાના મેમ્બર છે. અને ચાર્ટર્ડ એકાઉન્ટ પણ છે. રાઘવની પ્રોપર્ટી વિશે વાત કરવામાં આવે તો ચૂંટણી ફોર્મમાં જણાવેલી માહિતી પ્રમાણે તેમની કુલ સંપતિ 37 લાખ બતાવવામાં આવી છે. અને હાલમાં તેમના ઉપર કોઈ લોન કે કોઈ બોજો નથી.
રિપોર્ટ પ્રમાણે પરિણીતિની દર મહિનાની આવક 40 લાખ રુપિયા
જ્યારે પરિણીતિ ચોપરાની કમાણી વિશે વાત કરીએ તો રાઘવથી ઘણી વધારે છે. મીડિયાના રિપોર્ટ પ્રમાણે પરિણીતિની દર મહિનાની આવક 40 લાખ રુપિયાથી વધારે છે. અને તેની કુલ સંપતિ 60 કરોડથી વધારે છે.
રાઘવ પાસે કોઈ સ્થાઈ સંપતિ અથવા કોઈ મકાન અથવા જમીન નથી
ચૂંટણી દરમ્યાન આપવામાં આવેલ જાહેરનામાં મુજબ રાઘવ પાસે કોઈ સ્થાઈ સંપતિ અથવા કોઈ મકાન અથવા જમીન નથી. જ્યારે પરિણીતિ વિશે વાત કરીએ તો તે એક ફિલ્મના 5 કરોડ રુપિયા ચાર્જ કરે છે. રાઘવે તેની પ્રોપર્ટી વિશે જાહેર કરેલ તેમાં તેની પાસે એક મારુતી કાર, 90 ગ્રામ સોનુ કે જેની કિંમત 4 લાખથી વધુ છે. આ સાથે બોન્ડ, શેરમાં 6 લાખથી વધારે રોકાણ કરેલ છે. જ્યારે પરિણીતિ પાસે તમામ મોંઘી કાર છે. અને તેના કલેકશનમાં ઓડી, ક્યુ-5, જેગુઆર જેવી મોઘી કાર છે. જ્યારે રાઘવ ચઢ્ઢાએ રાજનીતિ ક્ષેત્રમાં ઘણી સફળતા મેળવી છે.