Get The App

'કહીં દૂર જબ દિન ઢલ જાયે'ના જાણિતા ગીતકાર યોગેશ ગૌરનું નિધન

- 70ના દશકની ફિલ્મોમાં કેટલાય સુપર ડુપર હિટ સૉન્ગ યોગેશ ગૌરે લખ્યા હતા

- લતા મંગેશકરે ટ્વિટ કરીને તેમને શ્રદ્ધાંજલિ આપી

Updated: May 29th, 2020

GS TEAM

Google News
Google News
'કહીં દૂર જબ દિન ઢલ જાયે'ના જાણિતા ગીતકાર યોગેશ ગૌરનું નિધન 1 - image

મુંબઇ, તા. 29 મે 2020, શુક્રવાર 

બૉલીવુડના લોકપ્રીય ગીતકાર યોગેશ ગૌરનું નિધન થયું છે. તેમની ઉંમર 77 વર્ષ હતી. તેમના વિશે કહેવાય છે કે 16 વર્ષની ઉંમરમાં લખનઉથી મુંબઇ આવ્યા બાદ યોગેશે એક ફિલ્મમાં ગીત લખ્યા. આ ગીતો ઋષિકેશ મુખર્જીએ સાંભાળ્યા અને 'આનંદ' ફિલ્મમાં તેમના ગીતોને સ્થાન મળ્યુ. આનંદમાં ગુલજારે 'મેંને તેરે લિયે હી સાત રંગ કે સપને ચુને' લખ્યુ અને યોગેશે 'કહીં દૂર જબ દિન ઢલ જાયે' અને 'જિંદગી કેસી હૈ પહેલી હાય' જેવા અત્યંત લોકપ્રિય ગીત લખ્યા હતા. 

ફિલ્મ મિલીનું 'આયે તુમ યાદ મુજે' છોટી સી બાતનું 'ન જાને ક્યોં હોતા હૈ યે જિંદગી કે સાથ', રજનીગંધાનું 'કઇ બાર યૂં ભી દેખા હૈ' આ ઉપરાંત 'રિમઝિમ ગિરે સાવન સુલગ-સુલગ જાયે મન', 'ન બોલે તુમ ન મૈંને કુછ કહા', 'બડી સૂની-સૂની હૈ', 'જિંદગી યે જિદંગી' જેવા કેટલાય 70ના દશકની ફિલ્મોમાં સુપર ડુપર હિટ સોન્ગ યોગેશે લખ્યા હતા. 

લતા મંગેશકરે તેમના અવસાનની એક ટ્વિટ કરીને પોતાની સંવેદના વ્યક્ત કરી છે. યોગેશ દ્વારા રચાયેલા ગીતને પોતાનો સ્વર આપનાર કોકિલ કંઠ લતા મંગેશકરે લખ્યુ, 'મને અત્યારે જાણવા મળ્યુ કે હૃદય સ્પર્શી ગીતકાર કવિ યોગેશજીનો આજે સ્વર્ગવાસ થયો છે. આ સાંભળીને મને ખુબ જ દુખ થયું છે. યોગેશજી રચિત કેટલાય ગીત મેં ગાયા છે. યોગેશ ખૂબ જ શાંત અને મધુર સ્વભાવના વ્યક્તિ હતા. હું તેમને વિનમ્ર શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું.'

યોગેશ ગૌરે ''એક રાત, મિલી, છોટી સી બાત, આનંદ, આજા મેરી જાન, મંજિલેં ઔર ભી હૈં, બાતોં-બાતોં મેં, રજનીગંધા, મંજિલ, આનંદ મહલ, પ્રિયતમા, મજાક, દિલલગી, અપને પરાયે, કિરાયેદાર, હનીમૂન, ચોર ઔર ચાંદ, બેવફા સનમ, જીના યહાં, લાખો કી બાત'' જેવી ફિલ્મોમાં ગીતોની રચના કરી હતી. 

Tags :