ગજબની દિવાનગી, શાહરુખના એક ચાહકે વેન્ટિલેટર પર જોઈ JAWAN, વીડિયો થયો વાયરલ
વેન્ટિલેટર પર હોવા છતાં પણ આ શખ્સ જવાન ફિલ્મ ગયો હતો
કોઈના માટે આટલી બધી દિવાનગી લગભગ ભાગ્યે જ જોવા મળતી હોય છે
Updated: Sep 18th, 2023
![]() |
Image Instagram |
તા. 18 સપ્ટેમ્બર 2023, સોમવાર
બોલીવુડ કિંગ શાહરુખ ખાન પ્રત્યેની દિવાનગી કોઈનાથી છાની નથી. પરંતુ આ શખ્સે જે કર્યું તેના વિશે કોઈ વિચારી પણ ન શકે. કોઈના માટે આટલી દિવાનગી લગભગ ભાગ્યે જ જોવા મળતી હોય છે. એક શખ્સ શાહરુખનો એટલો મોટો ફેન છે કે તે વેંટિલેટર પર હોવા છતાં પણ જવાન ફિલ્મ જોવા માટે ગયો હતો. આ ફિલ્મે અત્યાર સુધી 350 કરોડથી વધારે રુપિયાનો બિઝનેસ કરી લીધો છે. લોકોને જવાન ફિલ્મ ખૂબ જ પસંદ આવી રહી છે.
શાહરુખના એક દિવ્યાંગ ફેન અનીસ ફારુકી અને રોહિત નામના આ વ્યક્તિએ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક વીડિયો શેર કર્યો છે. જેમા તે વેંટિલેટર પર હોવા છતાં પણ જવાન ફિલ્મ જોવા ગયો છે. વીડિયો વાયરલ થયો હતો, અને લોકોએ તેના ઉપર વિવિધ કોમેન્ટ પણ કરી હતી.
વીડિયો જોઈ શું કહી રહ્યા છે લોકો
આ વીડિયો જોઈ એક યુજરે લખ્યું છે કે, અલ્લાહ તમારી જીંદગીમાં વધારેમાં વધારે ખુશીઓ ભરી દે, તમે એક સારુ કામ કરી રહ્યા છો. રોહિતે અનીસને ફિલ્મ જોવા માટે મદદ કરી હતી. તો એક બીજા યુજરે લખ્યું હતું કે, આ પોસ્ટ દ્વારા ખ્યાલ આવે છે કે રોહિત તમે કેટલા સારા વ્યક્તિ છો, કે આ રીતે જરુરીયાતવાળા લોકોની મદદ કરી રહ્યા છો, તે સમાજ માટે પ્રેરણાદાયક છે.