રિશી કપૂરની અંતિમ વિદાયથી અધૂરી રહી ગયેલી બોલીવૂડની ફિલ્મો
- તેમની છેલ્લી ફિલ્મ ધ બોડી ૨૦૧૯માં રીલિઝ થઇ
(પ્રતિનિધિ દ્વારા) મુંબઈ,તા. 1 મે 2020, શુક્રવાર
રિશી કપૂર ૬૭ વરસની વયે મુંબઇમાં કેન્સરની બીમારીથી ગુરુવારે નિધન પામ્યો છે. બે વરસ પહેલા તેને કેન્સરનુ ંનિધાન થયું હોવા છતાં તે પોતાની કારકિર્દીથી રિયાટર્ડ થયો નહોતો. છેલ્લે તે ધ બોડી ફિલ્મમાં નજરે ચડે હતો. આ ઉપરાંત તે શર્માજી નમકીન અને ધ િંટર્નમાં નજરે ચડવાનો હતો.
મળેલા રિપોર્ટસના અનુસાર, રિશી જુહુ ચાવલા સાથે શર્માજી નમકીનનું શૂટિંગ શરૂ પણ કરી દીધું હતું. આ ફિલ્મનું શૂટિંગ જાન્યુઆરીમાં દિલ્હીમાં શરૂ થયું હતું. ફિલ્મ શૂટિંગના ફક્ત એક-બે દિવસ જ બાકી રહી હયા હતા તેમાં તેમની તબિયત બગડતા તેમને સારવાર લેવી પડી હતી. જુહીએ ૨૦૧૮ની સપ્ટેમ્બરમાં ઇન્સ્ટાગ્રામ પર એક તસવીર પણ મુકી હતી જેમાં સંપૂર્ણ ફિલ્મ ટીમસાથે રિસી કપૂર પણ હતો. રિશી અમેરિકાથી સારવાર લઇ ભારત પાછો આવ્યો ત્યારે ફિલ્મનું કામ શરૂ થયું હતું.આ પછી જ જુહીએ આ પોસ્ટ મુકી હતી.
ફિલ્મ શર્માજી નમકીન ઉપરાંત રિશી ધ ઇંટર્નમાં દીપિકા પદુકોણ સાથે કામ કરવાનો હતો. આ ફિલ્મ ૨૦૧૫માં રિલીઝ થયેલી હોલીવૂડ ફિલ્મ ધ ઇંટર્નની રિમેક છે. ધ ઇંટર્નમાં એથી ્હૈથવે અને રોબ્રટ ડી નીરો લીડ રોલમાં હતા.