VIDEO: Y+ સિક્યોરિટીની સાથે મુંબઈમાં નજરે આવ્યા સલમાન ખાન, તો લોકોએ કહ્યું- 'ભાઈજાનનો જલવો છે'
Bollywood News: અભિનેતા સલમાન ખાન તેની ફિલ્મ સિવાય હવે તેની સુરક્ષાને લઈને પણ ચર્ચામાં છે. નેશનાલિસ્ટ કોંગ્રેસ પાર્ટી (NCP) નેતા બાબા સિદ્દીકીની હત્યા બાદ સલમાનની સુરક્ષા વધારવામાં આવી હતી. સલમાનને Y+ સુરક્ષા અપાઈ છે જેના લીધે તે જાહેરમાં આવતો ઓછો દેખાય છે.
હાલમાં જ સલમાન ચૂસ્ત સુરક્ષા સાથે દેખાયો, તેની એક ઝલક જોવા તેના ચાહકોની ભીડ જામી હતી. નોંધનીય છે કે અભિનેતાને ઘણી વાર લૉરન્સ બિશ્નોઈ ગેંગ તફરથી હત્યાની ધમકી મળી છે. ગયા વર્ષે તેના ખાસ મિત્ર બાબા સિદ્દીકીના નિધન બાદ અભિનેતાની સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો હતો.
સોશિયલ મીડિયામાં સલમાનનો એક વીડિયો વાઇરલ થઈ રહ્યો છે, જેમા તે ચૂસ્ત બંદોબસ્ત સાથે જોવા મળે છે. સલમાનની ગાડીના આગળ-પાછળ પોલીસની વેન પણ નજર આવે છે. આ વીડિયો વાઇરલ થયા બાદ ચાહકો સલમાનના ખૂબ વખાણ કરી રહ્યા છે. અમુક યુઝર્સ તેની એન્ટ્રીને લઈને કોમેન્ટ કરે છે તો કોઈ કે તેની પર્સનાલિટીના વખાણ કરતા લખ્યું કે 'જલવો છે ભાઈનો', ત્યારે અમુક યુઝર્સે સલમાનના દુશ્મનને જવાબ આપતા લખ્યું 'સલમાન રોક, હેટર્સ શોક'. જણાવી દઈએ તાજેતરમાં સલમાને તેના મિત્રના લગ્નમાં હાજરી આપી હતી. ત્યાં પણ તે કડક સુરક્ષાની વચ્ચે જોવા મળ્યો.