- પરેશ રાવલ આજે પોતાનો 67મો જન્મદિવસ (Paresh Rawal 67th Birthday) ઉજવી રહ્યા છે
મુંબઈ, તા. 30 મે 2022, સોમવાર
પરેશ રાવલ(Paresh Rawal) બોલિવૂડના સૌથી શાનદાર કલાકારોમાંથી એક છે. નેગેટિવ કેરેક્ટર હોય કે કોમેડી ફિલ્મ હોય પરેશ રાવ દરેક રોલમાં પ્રભુત્વ ધરાવે છે. પરેશ રાવલ આજે પોતાનો 67મો જન્મદિવસ (Paresh Rawal 67th Birthday) ઉજવી રહ્યા છે. તેમણે બોલિવૂડમાં અનેક ફિલ્મોમાં પોતાનું સારૂં પ્રદર્શન કરીને લોકોનું દિલ જીતી લીધું છે. પરેશ રાવલ ફિલ્મોથી લઈને સામાજિક મુદ્દાઓ પર પોતાનો અભિપ્રાય એકદમ નિખાલસપણે આપે છે. તેઓ સોશિયલ મીડિયા પર પણ પોતાના ચાહકો સાથે જોડાયેલા રહે છે.
- પરેશ રાવલનું અંગત જીવન
પરેશ રાવલ પોતાના અંગત જીવન વિશે વધારે વાત કરતા નથી. તેમના અંગત જીવન વિશે ચાહકો ખૂબ ઓછું જાણે છે.
પરેશ રાવલનો જન્મ મુંબઈમાં એક ગુજરાતી પરિવારમાં થયો હતો. બાળપણથી જ તેમને થિયેટરમાં રસ હતો અને બોલિવૂડમાં ફિલ્મો મળવા લાગી હતી. તેમણે મિસ ઈન્ડિયા સાથે લગ્ન કર્યા હતા. જોકે, બંને ઘણા વર્ષો પહેલા રિલેશનશિપમાં હતા.
- પરેશ રાવલે પોતાનું દિલ ગુમાવ્યું
પરેશ રાવલે 1975માં પહેલીવાર સ્વરૂપ સંપતને જોઈને પોતાનું દિલ ગુમાવી દીધું હતું. સાથે જ તેમણે નક્કી કરી લીધું હતું કે, તે સ્વરૂપ સંપત સાથે જ લગ્ન કરશે.

- સ્વરૂપ સંપત બની મિસ ઈન્ડિયા
સ્વરૂપ સંપત અને પરેશ રાવલની નિકટતા ધીમે ધીમે વધતી ગઈ હતી. પરિવારના સભ્યો અને પરેશ રાવલના કહેવાથી તેણે 1979માં મિસ ઈન્ડિયા સ્પર્ધામાં ભાગ લીધો અને તે જીતી ગઈ હતી. તે જ વર્ષે તેણીએ મિસ યુનિવર્સ સ્પર્ધામાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું. બાદમાં પરેશ રાવલ અને સ્વરૂપ સંપતે પરિવારના સભ્યોની હાજરીમાં લગ્ન કર્યા હતા.
- મેડ ફોર ઈચ અધર
પરેશ રાવલ અને સ્વરૂપ સંપતને 2 પુત્રો છે. સ્વરા સંપત દેખાવમાં ખૂબ જ સુંદર છે. પરેશ રાવલ ભલે તેના અંગત જીવન વિશે ઓછી વાત કરે પરંતુ તેની અને સ્વરૂપ સંપતની જોડી 'મેડ ફોર ઈચ અધર' છે. પરેશ રાવલની ફિલ્મી કરિયર પણ શાનદાર રહી છે. તેમણે 'સર' અને 'છોકરી' જેવી ફિલ્મો માટે નેશનલ એવોર્ડ મળ્યો છે.


