Get The App

બોલીવુડ એક્ટર મનોજ બાજપેયીના માતાનું 80 વર્ષની વયે નિધન

Updated: Dec 8th, 2022

GS TEAM


Google News
Google News
બોલીવુડ એક્ટર મનોજ બાજપેયીના માતાનું 80 વર્ષની વયે નિધન 1 - image


- મનોજ બાજપેયીએ એક વર્ષ પહેલા જ પોતાના પિતાને ગુમાવ્યા હતા

નવી દિલ્હી, તા. 08 ડિસેમ્બર 2022, ગુરૂવાર

બોલીવુડ એક્ટર મનોજ બાજપેયીના માતા  ગીતી દેવીનું નિધન થઈ ગયુ છે. મનોજ બાજપેયીના માતા લાંબા સમયથી બીમાર હતા. આજે સવારે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા અને હંમેશા માટે દુનિયાને અલવિદા કહી દીધુ.

80 વર્ષના હતા એક્ટરના માતા

મનોજ બાજપેયીના માતા ગીતા દેવી 80 વર્ષના હતા. પ્રાપ્ત માહિતી પ્રમાણે છેલ્લા કેટલાક દિવસોથી તેમની દિલ્હીની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી. તેઓ બીમાર હતા અને હોસ્પિટલમાં જ તેમનું નિધન થઈ ગયું છે. 

બોલીવુડ એક્ટર મનોજ બાજપેયીના માતાનું 80 વર્ષની વયે નિધન 2 - image

મનોજ બાજપેયીએ એક વર્ષ પહેલા જ પોતાના પિતાને ગુમાવ્યા હતા. ગત વર્ષે મનોજ બાજપેયીના પિતા રાધાકાંત બાજપેયીએ દુનિયાને અલવિદા કહી દીધુ હતું. પિતાના મોતના માત્ર એક વર્ષની અંદર જ મનોજ બાજપેયીએ પોતાની માતાને ગુમાવી દીધા છે. મનોજ બાજપેયીના માતા-પિતા તેમની તાકાત હતા. એક્ટર પોતાના પેરેન્ટસના ખૂબ નજીક હતા. મનોજ બાજપેયીના માતાના નિધન વિશે ફિલ્મ મેકર અશોક પંડિતે જાણકારી આપી છે. તમણે એક ટ્વીટ કરીને જણાવ્યું કે, મનોજ બાજપેયીના માતા હવે નથી રહ્યા. અશોક પડિતે ટ્વીટમાં લખ્યું કે, મનોજ બાજપેયી તમારી માતાના નિધન પર તમને અને તમારા પૂરા પરિવારને અમારી સંવેદના. ઓમ શાંતિ!

મનોજ બાજપેયી બોલીવૂડના એવા એક્ટર છે જે પોતાની જોરદાર એક્ટિંગથી ચાહકોના દિલ પર રાજ કરે છે. જ્યારે પણ તે સ્ક્રીન પર દેખાય છે ત્યારે તે ચાહકોની તાળીઓ લૂંટે છે. મનોજની આગામી ફિલ્મ 'સિર્ફ એક બંદા કાફી હૈ' છે. ફિલ્મનો ફર્સ્ટ લુક પણ શેર કરવામાં આવ્યો છે. પોસ્ટરમાં મનોજનો ઈન્ટેન્સ લુક ચાહકોને પસંદ આવ્યો છે.

Tags :