Get The App

સાઉથ ઈન્ડિયાની જે ફિલ્મમાં વિલન બનશે બોબી દેઓલ, તેમાં 3 મહારથીની એન્ટ્રી!

Updated: Aug 25th, 2025

GS TEAM

Google News
Google News
સાઉથ ઈન્ડિયાની જે ફિલ્મમાં વિલન બનશે બોબી દેઓલ, તેમાં 3 મહારથીની એન્ટ્રી! 1 - image

South Film 3 New Entry:  સાઉથ સુપરસ્ટાર થલાપતિ વિજયની છેલ્લી ફિલ્મની ચાહકો ખૂબ આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે. હાલમાં તેઓ જે ફિલ્મ પર કામ કરી રહ્યા છે, તેનું નામ છે  Jana Nayagan. એવું કહેવામાં આવી રહ્યું છે કે, આ ફિલ્મ પછી વિજય ફિલ્મ ઈન્ડસ્ટ્રી છોડીને સંપૂર્ણપણે રાજકારણ પર ફોકસ કરવાના છે. તેથી કરોડોનો ખર્ચ કરી આ ફિલ્મ તૈયાર કરવામાં આવી રહી છે. તો, ઘણા કલાકારોએ ફિલ્મમાં એન્ટ્રી કરી છે. બોબી દેઓલ થલાપતિ વિજયની સામે એક ખૂંખાર વિલન બની રહ્યો છે. આ દરમિયાન ફિલ્મમાં 3 મોટી એન્ટ્રીઓના સમાચારો છે, જેમણે થલાપતિ વિજય સાથે મળીને ખૂબ કમાણી કરી. જાણો તેઓ કોણ છે?

વિજયની આ ફિલ્મ 9 જાન્યુઆરી, 2026 ના રોજ રિલીઝ થવા જઈ રહી છે. જેનું નિર્દેશન એચ. વિનોથ કરી રહ્યા છે. એક અહેવાલ પ્રમાણે મેકર્સે વિજયની છેલ્લી ફિલ્મ માટે કંઈક અદ્ભુત યોજના તૈયાર કરી છે. જેના માટે ત્રણ દિગ્દર્શકો એકસાથે આવી રહ્યા છે. હકીકતમાં તેઓ ફિલ્મનું નિર્દેશન નથી કરી રહ્યા, પરંતુ તેમનો કેમિયો થવાનો છે.

થલાપતિ વિજયની ફિલ્મમાં 3 મહારથી કોણ છે?

રિપોર્ટ પ્રમાણે લોકેશ કનાગરાજ, નેલ્સન દિલીપ કુમાર અને એટલી થલાપતિ વિજયની ફિલ્મમાં કેમિયો કરતા હોવાના અહેવાલો છે. જેઓ ફિલ્મમાં પત્રકાર તરીકે જોવા મળી રહ્યા છે. હકીકતમાં વિજયના આ દિગ્દર્શકો સાથે ખૂબ સારા સંબંધો છે અને તેમણે ત્રણેય સાથે ફિલ્મો બનાવી છે. જ્યાં તેમણે લોકેશ કનાગરાજ સાથે 'માસ્ટર' અને 'લિયો' માં કામ કર્યું હતું. તો, ફિલ્મે વિશ્વભરમાં 223 કરોડ અને 605.9 કરોડનો બિઝનેસ કર્યો હતો. તો બીજી બાજુ તેમણે એટલી સાથે 'થેરી' અને બિગિલ બનાવી હતી. આ ફિલ્મોએ વિશ્વભરમાં 158 કરોડ અને 295.85 કરોડની કમાણી કરી હતી.

આ ઉપરાંત નેલ્સન 'બીસ્ટ'માં દિલીપકુમાર સાથે જોવા મળ્યા હતા. જેનો વિશ્વવ્યાપી બિઝનેસ 252.75 કરોડ હતો. કુલ મળીને પાંચેય ફિલ્મોએ 1500 કરોડથી વધુ કમાણી કરી છે. એવી પણ ચર્ચા છે કે, સંગીતકાર અનિરુદ્ધ રવિચંદરનું પણ સ્પેશિયલ ગીતમાં કેમિયોમાં જોવા મળી શકે છે. હાલમાં, મેકર્સની સત્તાવાર જાહેરાતની રાહ જોવાઈ રહી છે.

છેલ્લી ફિલ્મમાં તે શું કરશે?

'ધ ગ્રેટેસ્ટ ઓફ ઓલ ટાઈમ' ની સ્ટોરી પણ આગળ વધશે, અને વિજય ફરી જોવા મળશે કે નહીં તે અંગે હજુ કન્ફ્યૂજન છે. તો બીજી બાજુ ' Jana Nayagan' ને છેલ્લી ફિલ્મ કહેવામાં આવી રહી છે. એવા અહેવાલો છે કે થલાપતિ વિજય એક પોલીસમેનની ભૂમિકામાં જોવા મળશે. બોબી દેઓલ ઉપરાંત, પૂજા હેગડે પણ ફિલ્મમાં જોવા મળશે. અનિરુદ્ધ આ રાજકીય ડ્રામા ફિલ્મનો બેકગ્રાઉન્ડ સ્કોર સંભાળી રહ્યા છે. જોકે, Master2 અને Leo 2 ની પણ ચર્ચા થઈ રહી છે. પરંતુ વિજય ફરી એકવાર ફિલ્મમાં જોડાશે કે નહીં તે જોવાનું બાકી છે. કારણ કે નિર્માતાઓએ કહ્યું છે કે આ પ્રોજેક્ટ્સ વિજય વિના નહીં બની શકે.

Tags :