'રામાયણ' ફિલ્મમાંથી દિગ્ગજ એક્ટરને અચાનક કરી દેવાયો બહાર! ફેન્સ થયા નારાજ
| |||||
Bobby Deol NOT Playing Kumbhkaran in Ramayana: નિર્દેશક નિતેશ તિવારીએ 3 જુલાઈએ 'રામાયણ'નું ટીઝર રિલીઝ કરી ચાહકોને સરપ્રાઈઝ આપી હતી. પરંતુ હવે એવા સમાચાર આવી રહ્યા છે કે ફિલ્મ 'રામાયણ'માં અનિલ કપૂર, આદિનાથ કોઠારે, વિક્રાંત મેસી અને વિવેક ઓબેરૉય સાથે અનેક અભિનેતા જોવા મળશે. કેટલાક રિપોર્ટ્સમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે 'રામાયણ'માં કુંભકર્ણનું રોલ બોબી દેઓલ (Bobby Deol) ભજવશે. પણ હવે તે સમાચાર પર પણ પૂર્ણવિરામ લાગી ગયો છે.
નવા રિપોર્ટ્સ મુજબ, બોબી દેઓલ ફિલ્મ 'રામાયણ'માં જોવા નહીં મળે. નિતેશ તિવારીના નિર્દેશનમાં બની રહેલી આ ફિલ્મમાં બોબી દેઓલ કુંભકર્ણની ભૂમિકામાં નહીં જોવા મળે. જેથી ચાહકો પણ નારાજ થયા છે. મેકર્સે અચાનક બોબીને આ ફિલ્મથી બહાર કરી દીધો છે.
હાલમાં બોબી દેઓલની ફિલ્મ 'હરિ હર વીરા મલ્લૂ: ભાગ 1'ની રિલીઝ થવાની છે. આ ફિલ્મમાં બોબી દેઓલ સાથે પવન કલ્યાણ, નિધિ અગ્રવાલ, નરગીસ ફખરી, નોરા ફતેહી અને સત્યરાજ સાથે અનેક કલાકારો મુખ્ય રોલમાં નજર આવશે. આ ફિલ્મ 24 જુલાઇએ સિનેમાઘરોમાં રિલીઝ કરાશે.