Get The App

'મેં એક પરિવાર બરબાદ કર્યો...' યુટ્યુબર અરમાન મલિક સાથેના બીજા લગ્ન પર કૃતિકાએ દુખ વ્યક્ત કર્યું

Updated: Jun 26th, 2024

GS TEAM

Google News
Google News
'મેં એક પરિવાર બરબાદ કર્યો...' યુટ્યુબર અરમાન મલિક સાથેના બીજા લગ્ન પર કૃતિકાએ દુખ વ્યક્ત કર્યું 1 - image

Bigg Boss OTT 3: આજકાલ દેશમાં લોકો જેટલી મોંઘવારી, બેરોજગારી વિશે ચર્ચા નથી, ક્રિકેટના મંતવ્યો રજૂ નથી કરતા તેનાથી વધુ તો બિગબોસ અને અન્ય શોની ચર્ચા કરતા જોવા મળે છે. Bigg Boss OTT 3ના સ્પર્ધકોના નામની જાહેરાત થતા જ લોકોમાં ચર્ચાનો માહોલ જામ્યો છે. વડાપાઉં ગર્લથી લઈને અરમાન મલિકનો પરિવાર લોકમુખે ચર્ચાઈ રહ્યો છે.

મોટાભાગના લોકો યુટ્યુબર અરમાન મલિક(YouTuber Armaan Malik)ને અરમાન મલિકના નામ કરતા વધુ બે પત્નીઓ ધરાવતા અરમાન મલિક તરીકે ઓળખે છે. સામાજિક વ્યવસ્થાની સાથે મનથી પણ કોઈપણ પત્ની માટે તેના પતિને અન્ય સ્ત્રી સાથે શેર કરવો બિલકુલ સરળ નથી. જોકે અરમાનની બંને પત્નીઓ એકસાથે ખૂબ જ સુખી જીવન જીવી રહી છે પરંતુ બિગ બોસમાં આવતાની સાથે જ કૃતિકા અને પાયલે પોતાના દિલની પીડા વ્યક્ત કરી છે. પાયલ અને કૃતિકાએ જણાવ્યું કે જ્યારે બીજી સ્ત્રી તેમના દાંપત્ય જીવનમાં આવી જાય ત્યારે તેમને કેવું લાગ્યું હતુ. કૃતિકાએ દિલ ખોલીને વાત રજૂ કરતા ત્યાં સુધી કહ્યું કે મને લાગે છે કે મેં એક નાનકડો પરિવાર બરબાદ કરી દીધો છે.

મને પણ ખરાબ-ખોટું લાગે છે :

એક વીડિયોમાં તમામ મહિલા સ્પર્ધકો બિગબોસ હાઉસમાં વાત કરી રહી હતી ત્યારે સના મકબૂલ પાયલને પૂછે છે કે, જ્યારે તમને અરમાન અને કૃતિકાના લગ્ન વિશે ખબર પડી ત્યારે તમને કેવું લાગ્યું. જવાબમાં પાયલે કહ્યું- 'પહેલા તો હું સમજી ન શકી કે શું થયું આ.' આ ક્ષણે કૃતિકાએ કહ્યું, જો હું પાયલની જગ્યાએ હોત તો મને પણ ખરાબ અને ખોટું લાગત જ. હું આ બધું એટલા માટે નથી કહી રહી કારણકે તમે બધા અહીં મારી સાથે બેઠા છો. કદાચ તમને એમ પણ લાગતું હશે કે જો હું કૃતિકા વિશે કંઈક કહીશ તો તેને ખરાબ લાગશે.

નાના પરિવારને બરબાદ કર્યો :

કૃતિકાએ આગળ કહ્યું 'જો હું મારી જાતને પાયલની જગ્યાએ મૂકું તો મને પણ ચોક્કસ ખરાબ લાગશે. અમે આ સંબંધ તોડવા માટે બધું જ કર્યું. મને લાગ્યું કે મેં એક મોટી ભૂલ કરી છે અને એક નાના સુખી પરિવારને બરબાદ કરી દીધો છે.’

ચહેરા પણ નહોતા જોવા માંગતા :

પાયલે કૃતિકા પછી કહ્યું 'તે સમયે તેની સાથે મારો સંબંધ એવો હતો અને અમે એકબીજાના એટલા ખરાબ દુશ્મન બની ગયા હતા કે ન તો હું તેને જોઈ શકતી હતી અને ન તો તે મને જોઈ શકતી હતી. અમે બંને ફોન પર એકબીજાને અપશબ્દો બોલી રહ્યા હતા. એવું નથી કે અમે બંને એકબીજાને શરૂઆતથી જ પ્રેમ કરતા હતા. અમે બંનેએ આ બોન્ડિંગ બાંધ્યું છે. આજે ભલે અરમાન અમારી સાથે ઝઘડે-લડે પણ અમે બંને એકબીજા સાથે બિલકુલ નથી ઝઘડતા.