બિગ બોસ 19 : ઘરે લિફ્ટ છતાં તાન્યા મિત્તલનું વીજબિલ 600 રૂપિયા જ આવે છે, જાણો કારણ
Bigg Boss 19 Contestant Tanya Mittal: બિગ બોસ 19 કન્ટેસ્ટન્ટ તાન્યા મિત્તલની હાઈ-ફાઈ લાઈફસ્ટાઈલની દર્શકોમાં ખૂબ ચર્ચા ચાલી રહી છે. તે પહેલા પણ જણાવી ચૂકી છે કે, મારા ઘરની સામે 5 સ્ટાર અને 7 સ્ટાર હોટલ પણ સસ્તી લાગશે. હવે એક ક્લિપ વાયરલ થઈ છે જેમાં તાન્યાએ જણાવ્યું કે, મારા ઘરમાં લિફ્ટ અને ઘણા ઈલેક્ટ્રોનિક સાધનો છે, છતાં વીજબિલ માત્ર 600 રૂપિયા જ આવે છે. તાન્યાએ એ પણ જણાવ્યું કે, અમને ખૂબ ઓછો ખર્ચ લાગે છે કારણ કે, બધું મારા પરિવારમાંથી જ આવે છે.
તાન્યા મિત્તલના ઘરનું વીજબિલ 600 રૂપિયા આવે
ક્લિપમાં તાન્યા જણાવે છે કે, 'જેમ કે અહીં વીજળીનું બિલ ખૂબ વધારે આવતું હશે.' અમલ કહે છે, હા હા, ફૂલ આવે. તાન્યા કહે છે, 'અમારા ઘરે સોલાર પ્લાન્ટ છે, અમે પોતે સરકારને વીજળી સપ્લાય કરીએ છીએ, અમારું વીજળીનું બિલ 600 રૂપિયા આવે છે. એટલે કે આખા વર્ષનું 5000 પણ નથી આવતું.' તાન્યાની વાત સાંભળીને ઘરના બાકીના સભ્યો ચોંકી જાય છે. તેઓ પોતપોતાના બિલ જણાવે છે. ત્યારબાદ તાન્યા જણાવે છે કે, 600 રૂપિયા ત્યારે આવે છે જ્યારે ઘરમાં લિફ્ટ વગેરે જેવા ઘણા ઈલેક્ટ્રોનિક સાધનો છે.
ખેતરમાંથી શાકભાજી અને ગૌશાળામાંથી દૂધ
તાન્યા જણાવે છે કે, રેન્ટ અને વીજળી બંને અમારે બચી જાય છે. પછી જો શાકભાજીની વાત આવે તો અમારા પોતાના ખેતરો છે. અમારા ખેતરમાં જે શાકભાજી નથી ઉગતી તે મારા મામાના ઘરે ઉગે છે. એક વાર જે સવારે શાકભાજી લેવા જાય છે, તે બધા ઘરોમાં આપતું આવે છે. મામા-માસી સહિત 8 પરિવારો છે. દૂધ માટે અમારા બીજા મામા છે તેમની ગૌશાળા છે. દૂધ પણ નાનીના ઘરેથી આવે છે. મારી પાસે કપડાં માટે મારી પોતાની ફેક્ટરી છે. ટેલર, સિલાઈ, બધું કામ મારા ઘરે જ થાય છે. બ્રાન્ડ વગેરે ખરીદવાનો કોઈ ખર્ચ નથી.
હોટલ અને પેટ્રોલનો પણ ખર્ચ નથી
ત્યારબાદ તાન્યાએ કહ્યું કે, અમારે હોટલ વગેરેમાં પૈસા ખર્ચવાની જરૂર નથી કારણ કે પરિવારના એટલા મોટા-મોટા ગાર્ડન્સ છે કે અમે પાર્ટી તેમાં જ કરી લઈએ છીએ. ઘરના લગ્ન અને ગેધરિંગ આ જ ગાર્ડન્સમાં યોજાય છે. તેમાં 800થી વધુ લોકો પાર્ટી કરી શકે છે. મારી માસીના દીકરાના લગ્ન હતા ત્યારે હલ્દી-મહેંદી બધુ ગાર્ડન્સમાં જ થયુ હતું. તાન્યાએ આગળ કહ્યું કે, અમારો પેટ્રોલ-ડીઝલનો પણ ખર્ચ નથી. લોકલ મુસાફરી માટે ઘરે ચાર ઈલેક્ટ્રિક વાહનો છે. મેં 9 વર્ષમાં એક પણ રજા લીધી નથી. બિગ બોસમાં આવતા પહેલા મારો ફાર્મા પ્લાન્ટ પણ ચાલુ થઈ ગયો.