Bigg Boss 16 સિઝનનો વિજેતા અને જાણીતો રેપર લાપતા? શહેરભરમાં પોસ્ટર ચોંટાડાયા
Image: Facebook |
Mc Stan Missing Posters Viral: રિયાલ્ટી શો બિગ બોસ સિઝન 16નો વિનર અને જાણીતો રેપર એમસી સ્ટેન છેલ્લા કેટલાક દિવસથી ગુમ હોવાના પોસ્ટર્સ મુંબઈના અનેક વિસ્તારોમાં લગાવવામાં આવ્યા છે. સોશિયલ મીડિયા પર પણ એમસી સ્ટેન ગુમ થયો હોવાનો પોસ્ટર્સ ખૂબ વાયરલ થયા છે.
એમસી સ્ટેન બિગ બોસ જીત્યા બાદથી સતત ચર્ચામાં રહ્યો છે. તે મોટાભાગે સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરતો નથી, પરંતુ જ્યારે પણ કંઈક શેર કરે છે ત્યારે તેના ચાહકોને અચંબામાં મુકતો હોય છે. ઈન્ટરનેટ પર હાલ તેની ગુમ થઈ ગયો હોવાની અટકળોએ તેના ચાહકોને હેરાન કર્યા છે.
ગુમ થયો એમસી સ્ટેન?
સોશિયલ મીડિયા પર તેના ચાહકો એમસી સ્ટેન ગુમ થઈ ગયો હોવાના પોસ્ટર્સ શેર કરી રહ્યા છે. રેપરના આ પોસ્ટર્સ ગાડીઓ, દિવાલો, ઓટો, થાંભલાઓ પણ લગાવવામાં આવી રહ્યા છે. આ પોસ્ટર્સ મુંબઈ ઉપરાંત પનવેલ, નાસિક, સુરત, અમરાવતી અને નાગપુર સુધી ફેલાયા છે. પોસ્ટરમાં એમસી સ્ટેનનો ફોટો લગાવ્યો છે અને તેના પર લખ્યું છે, ‘ગુમશુદા કી તલાશ’. નીચે તેનું નામ અને વય પણ લખી છે.
શું આપ્યા રિએક્શન
બિગ બોસ 16 વિનરના આ પોસ્ટર્સ જોઈ તેના ચાહકો ચોંકી ગયા છે. યુઝર્સેના મતે, આ પોસ્ટર્સ તેના ચાહકોએ જ લગાવ્યા છે, કારણકે તે છેલ્લા કેટલાક સમયથી સોશિયલ મીડિયાથી દૂર છે. અન્ય એક યુઝરે કહ્યું કે, ‘તેનો આલ્બમ આવવાનો છે.’ અન્ય એકએ કમેન્ટ કરી કે, ‘તે ક્રેઝી છે’. તો વધુ એક યુઝરે કહ્યું કે, ‘જુના સ્ટેનની શોધમાં ગયો છે કદાચ...’
એમસી સ્ટેનની અંતિમ પોસ્ટ
એમસી સ્ટેનનો અંતિમ પોસ્ટ 2 સપ્ટેમ્બર, 2024ના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પરથી શેર થયો હતો. આ વીડિયો તેના કોન્સર્ટનો હતો. ઈન્સ્ટાગ્રામ પર તેના 10.9 મિલિયન ફોલોઅર્સ છે.