Get The App

ભોજપુરી એકટ્રેસ મોટી રકમ લઇને મોડેલને દેહવ્યાપારમાં ધકેલતી,આ રીતે ફૂટ્યો ભાંડો

Updated: Apr 22nd, 2023

GS TEAM

Google News
Google News
ભોજપુરી એકટ્રેસ મોટી રકમ લઇને મોડેલને દેહવ્યાપારમાં ધકેલતી,આ રીતે ફૂટ્યો ભાંડો 1 - image


નવી મુંબઇ,તા. 22 એપ્રિલ 2023, શનિવાર 

મુંબઇ પોલીસે હાઇપ્રોફાઇલ સેક્સ રેકેટ ચલાવવાના કેસમાં ગોરેગાવના એક હોટેલમાંતી ભોજપુરી એકટ્રેસની ધરપકડ કરી છે. 24 વર્ષીય એકટ્રેસ આ હાઇપ્રોફાઇલ પ્રોસ્ટીટ્યૂટ રેકેટમાં દલાલનું કામ કરતી હતી. પોલીસના જણાવ્યા પ્રમાણે તેમની સોશિયલ સર્વિસ બ્રાંચને આ ઓપરેશન ચલાવ્યુ હતુ અને આ રેકેટનો ભાંડો ફોડ્યો હતો. 

મુંબઇ પોલીસની સોશિયલ સર્વિસના જણાવ્યા પ્રમાણે, સોશિયલ બ્રાંચના પ્રમાણે ટીમને અને કોલોનીએ વિસ્તારમાં રોયલ પામ હોટેલમાં સેક્સ રેકેટની જાણકારી મળી હતી. જે પ્રમાણે ફર્જી કસ્ટમર બનાવીને હોટેલમાં મોકલવામાં આવી. 

પોલીસે જણાવ્યું છે કે, 24 વર્ષીય સુમન કુમારી ભોજપુરી અભિનેત્રી છે, જે ગ્રાહકોને મોડલ સપ્લાય કરે છે. આ મુંબઇ આવીને ફિલ્મોમાં કરિયર બનાવવા માટે સંઘર્ષ કરી રહ્યા હતા. અને પૈસાની જરુર હતી.

આવી સ્થિતિમાં સુમન કુમારીએ તેનો સંપર્ક કર્યો અને તેમને પોસ્ટ્રીટ્યુશનમાં ધકેલી દીધી. હાઈ-પ્રોફાઈલ સેક્સ રેકેટમાં વચેટિયાની ભૂમિકા ભજવનાર અભિનેત્રી સુમન કુમારીએ ઘણી ભોજપુરી ફિલ્મોમાં કામ કર્યું છે. 

પોલીસે જનતાને કરી અપીલ 

હાલમાં અભિનેત્રી સુમન કુમારી પોલીસ કસ્ટડીમાં છે. પોલીસ સેક્સ રેકેટમાં સંડોવાયેલા અન્ય લોકોની ઓળખ કરવા અને તેમને પકડવા માટે તપાસ કરી રહી છે. પોલીસે આવા હાઈ-પ્રોફાઈલ સેક્સ રેકેટના ઝડપી વિકાસ અંગે ચિંતા વ્યક્ત કરી છે અને લોકોને કોઈપણ શંકાસ્પદ પ્રવૃત્તિઓની જાણ કરવા અપીલ કરી છે.

Tags :