Get The App

સલમાનની ડૂબતી કેરિયરને બચાવવા ભાઈ સોહૈલ ખાન ફિલ્મ બનાવશે

Updated: May 4th, 2023

GS TEAM

Google News
Google News
સલમાનની ડૂબતી કેરિયરને બચાવવા ભાઈ સોહૈલ ખાન ફિલ્મ બનાવશે 1 - image

- શેરખાનના પ્રોજેક્ટ પરથી ધૂળ ખંખેરાશે

- જટિલ વીએફએક્સથી ભરપૂર ફિલ્મનું બજેટ 300 કરોડને વટાવી જાય તેવી શક્યતા

મુંબઇ : સલમાનની ફિલ્મો ટિકિટબારી પર પટકાતાં હવે તેની ડૂબતી કારકિર્દીને બચાવવા ભાઈ સોહેલ ખાને 'શેરખાન' ફિલ્મનો પ્રોજેક્ટ ફરી રિવાઈવ કરવાનું નક્કી કર્યું છે.  'શેરખાન'  ફિલ્મ સોહેલ ખાનનો ડ્રીમ પ્રોજેક્ટ છે. સોહેલ ખાન વરસો પહેલા આ ફિલ્મ બનાવાનો હતો. પરંતુ  જટિલ વીએફએક્સના કારણે બજેટ વધી જતાં તેણે તે શરુ કરી ન હતી.  હવે તેણે આ પ્રોજેક્ટ પરથી ધૂળ ખંખેરી છે. આ માટે સ્ક્રિપ્ટ ફાઈનલ કરી દેવામાં આવી છે. આ એક ંજગલ  એડવેન્ચર ફિલ્મ હશે.  હોલીવૂડના પ્રોજેક્ટ કરી ચૂકેલી ટોચની વીએફએક્સ કંપનીને આ ફિલ્મનું વીએફએક્સ સોંપાશે.