Get The App

36 વર્ષમાં પહેલીવાર પતિએ ઘૂંટણિયે બેસીને ભાગ્યશ્રીને કર્યું પ્રપોઝ, સોશિયલ મીડિયા પર ફોટો કર્યા શેર

Updated: Jun 7th, 2025

GS TEAM


Google News
Google News
36 વર્ષમાં પહેલીવાર પતિએ ઘૂંટણિયે બેસીને ભાગ્યશ્રીને કર્યું પ્રપોઝ, સોશિયલ મીડિયા પર ફોટો કર્યા શેર 1 - image


Bhagyashree's Husband Proposed: 'મૈને પ્યાર કિયા' જેવી શાનદાર ફિલ્મોની અભિનેત્રી ભાગ્યશ્રીએ તેમના પતિ હિમાલય દાસાનીને લગ્નના 36 વર્ષ પછી પહેલી વાર પ્રપોઝ કર્યું. ભાગ્યશ્રીએ સોશિયલ મીડિયા પર હિમાલય સાથેના ફોટા શેર કરી ભાવનાઓ વ્યક્ત કરી છે.

36 વર્ષમાં પહેલીવાર પતિએ ઘૂંટણિયે બેસીને ભાગ્યશ્રીને કર્યું પ્રપોઝ, સોશિયલ મીડિયા પર ફોટો કર્યા શેર 2 - image
Photo Source/ @bhagyashree.online - Instagram

ભાગ્યશ્રીએ હિમાલય સાથે ફોટ શેર કરતાં લખ્યું, "પતિનો પ્રપોઝલ! રહસ્ય બહાર આવી ગયું. હવે તેને કોઈ ફરક નથી પડતો કે લોકો હિમાલયજીના રોમેન્ટિક પતિ હોવા અંગે શું અનુભવ કરે છે. તે પહેલા આવા નહોતા અને હું હંમેશાં ફરિયાદ કરતી હતી કે એમણે મને ક્યારે પણ પ્રપોઝ નથી કર્યો, એટલે ફોટોશૂટની વચ્ચે હું આશ્ચર્યચકિત થઈ ગઈ કે તેમણે મને ગીત ગાતા અટકાવી દીધી, પણ છેવટે પતિદેવ ઘૂંટણિયે થઈ ગયા. "

36 વર્ષમાં પહેલીવાર પતિએ ઘૂંટણિયે બેસીને ભાગ્યશ્રીને કર્યું પ્રપોઝ, સોશિયલ મીડિયા પર ફોટો કર્યા શેર 3 - image
Photo Source/ @bhagyashree.online - Instagram 

પોસ્ટની અંતમાં અભિનેત્રીએ ફોટોશૂટ ક્લિક કરનારા કેમેરામેનને ક્રેડિટ આપી લખ્યું, 'કેટલાક કેન્ડિડ ફોટા શેર કરી રહી છું, જે મારા ફોટોગ્રાફર પ્રશાંત સમતાનીએ ક્લિક કર્યા છે.' જોકે ભાગ્યશ્રીની પોસ્ટમાં હિમાલયે ગાયેલું ગીત સામેલ નથી. પરંતુ જણાવવામાં આવી રહ્યું છે કે આ ફિલ્મ 'સૂરમા'નું ગીત 'ઈશ્ક દી બાજિયાં' હતું, જે દિલજીત દોસાંજે ગાયું છે.

36 વર્ષમાં પહેલીવાર પતિએ ઘૂંટણિયે બેસીને ભાગ્યશ્રીને કર્યું પ્રપોઝ, સોશિયલ મીડિયા પર ફોટો કર્યા શેર 4 - image
Photo Source/ @bhagyashree.online - Instagram

ભાગ્યશ્રીએ તે વખતે બિઝનેસમેન હિમાલય દાસાની સાથે લગ્ન કર્યા હતા, ત્યારે અભિનેત્રી 20 વર્ષની હતી અને ત્યારે ફિલ્મોમાં તેમની એન્ટ્રી થઈ હતી. 19 જાન્યુઆરી 1989ના દિવસે ભાગ્યશ્રીના હિમાલય સાથે લગ્ન કર્યા હતા અને હાલ તેમના બે બાળકો છે. તેમનો દીકરો અભિમન્યુ દાસાનીએ 2019માં 'મર્દ કો દર્દ નહીં હોતા' ફિલ્મથી ડેબ્યૂ કર્યું હતું, ત્યારે તેમની દીકરી અવંતિકા દાસાનીએ વર્ષ 2022માં વેબ સિરીઝ 'મિથ્યા'થી બોલિવૂડ ઇન્ડસ્ટ્રીમાં પગલું મક્યું હતું' 

36 વર્ષમાં પહેલીવાર પતિએ ઘૂંટણિયે બેસીને ભાગ્યશ્રીને કર્યું પ્રપોઝ, સોશિયલ મીડિયા પર ફોટો કર્યા શેર 5 - image
Photo Source/ @bhagyashree.online - Instagram
Tags :