Get The App

પુત્રની કેરિયર ઉગારવા ભાગ્યશ્રી જાતે ફિલ્મ બનાવશે

Updated: Jul 24th, 2025

GS TEAM

Google News
Google News
પુત્રની કેરિયર ઉગારવા ભાગ્યશ્રી જાતે ફિલ્મ બનાવશે 1 - image


- ગલવાન લડાઈ પર ફિલ્મની જાહેરાત  

- ભાગ્યશ્રી સોશિયલ મીડિયા પર લોકપ્રિય, તેનો દીકરો અને દીકરી બંને ફલોપ

મુંબઇ : 'મૈને પ્યાર કિયા' ફિલ્મની હિરોઈન ભાગ્યશ્રી  પોતાના પુત્ર અભિમન્યુ દાસાનીની કેરિયર ઉગારવા  માટે એક ફિલ્મ બનાવી રહી છે. આ ફિલ્મ ગલવાન લડાઈના એક યોદ્ધા ગુરતેજ સિંહની બાયોપિક હશે. ફિલ્મને 'ધી લાયન ઓફ ગલવાન' એવું ટાઈટલ અપાયું છે. 

 ફિલ્મનું શૂટિંગ ૨૦૨૬માં  લદાખમાં શરૂ કરવામાં આવશે. જોકે, હજુ ફિલ્મના  દિગ્દર્શક નક્કી થયા નથી. 

ભાગ્યશ્રી પોતાના ફિટનેસ વિડીયોના કારણે સોશિયલ મીડિયા પર બહુ  પોપ્યુલર છે. પરંતુ, તેનો પુત્ર અભિમન્યુ અને દીકરી અવંતિકા સફળ થયાં નથી. અભિમન્યુએ 'મર્દ  કો દર્દ નહિ હોતા' ફિલ્મથી ડેબ્યૂ કર્યું હતું. તે પછી તે 'મીનાક્ષી સુંદરેશ્વર', 'નિકમ્મા' અને 'કિસી કા ભાઈ કિસી કી જાન' જેવી  ફિલ્મોમાં દેખાયો હતો. 

ભાગ્યશ્રીની દીકરી અવંતિકાએ 'મિથ્યા' વેબ સીરિઝ દ્વારા ઓટીટીથી  કેરિયર શરુ કરી છે. 

Tags :